________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
| શ્રી વીતરાય નમઃ |
સર્વસામાન્ય પ્રતિક્રમણ—આવશ્યક
પ્રતિક્રમણના બે પ્રકાર છે : (૧) નિશ્ચય અને (૨) વ્યવહાર નિશ્ચય-પ્રતિકમણની વ્યાખ્યા:- પૂર્વે કરેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું શુભાશુભ કર્મ તેનાથી જે આત્મા પોતાને નિવર્તાવે છે (પાછો વાળે છે), તે આત્મા પ્રતિક્રમણ છે. વ્યવહાર પ્રતિક્રમણની વ્યાખ્યા:
પોતાનાં શુભાશુભ કર્મનો આત્મનિંદાપૂર્વક ત્યાગ કરવાનો ભાવ–આત્માના એવા વિશુદ્ધ પરિણામ કે જેમાં અશુભ પરિણામોની નિવૃત્તિ થાય.
પ્રતિક્રમણના નીચે પ્રમાણે છ વિભાગ છે :(૧) સામાયિક,
(૪) પ્રતિક્રમણ, (૨) તીર્થકર ભગવાનની સ્તુતિ, (૫) કાયોત્સર્ગ, (૩) વંદન,
(૬) પ્રત્યાખ્યાન. (શ્રી સદ્ગુરુદેવની વિનયપૂર્વક આજ્ઞા લઈને અથવા તેઓશ્રી બિરાજમાન ન હોય તો ભગવાન શ્રી સીમંધરપ્રભુની આજ્ઞા લઈને પ્રતિક્રમણ શરૂ કરવું.)
૧ સમયસાર ગાથા ૨૮૩ ૨ શ્રાવકપ્રતિક્રમણ (પંડિત નંદલાલકૃત પ્રસ્તાવનામાંથી)
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250