________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
૨૦ ]
[ સર્વસામાન્ય શીલ અને તપ કરતા હોવા છતાં જેઓ પરમાર્થથી બાહ્ય છે (અર્થાત્ પરમ પદાર્થરૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાનસ્વરૂપ આત્માનું જેમને શ્રદ્ધાન નથી) તેઓ નિર્વાણને પામતા નથી.
परमट्ठबाहिरा जे ते अण्णाणेण पुण्णमिच्छंति ।
संसारगमणहे, पि मोक्खहेर्दू अजाणंता ॥१५४॥ પરમાર્થબાહ્ય જીવો અરે! જાણે ન હેતુ મોક્ષનો, અજ્ઞાનથી તે પુણ્ય ઇચ્છે હેતુ જે સંસારનો. ૧૫૪.
અર્થ –જેઓ પરમાર્થથી બાહ્ય છે તેઓ મોક્ષના હેતુને નહિ જાણતા થકા–જોકે પુણ્ય સંસારગમનનો હેતુ છે તોપણ અજ્ઞાનથી પુણ્યને (મોક્ષનો હેતુ જાણીને) ઇચ્છે છે.
सो सव्वणाणदरिसी कम्मरएण णियेणावच्छण्णो । संसारसमावण्णो ण विजाणदि सव्वदो सव्वं ॥१६०॥ તે સર્વજ્ઞાની-દર્શી પણ નિજ કર્મરજ-આચ્છાદને, સંસારપ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને. ૧૬૦.
અર્થ તે આત્મા (સ્વભાવથી) સર્વને જાણનારો તથા દેખનારો છે તોપણ પોતાના કર્મમળથી ખરડાયો વ્યાપ્ત થયો–થકો સંસારને પ્રાપ્ત થયેલો તે સર્વ પ્રકારે સર્વને જાણતો નથી.
(૪) આસવનું સ્વરૂપ [જીવમાં થતા વિકારી ભાવો (આસવ) છોડવા લાયક છે એમ
બતાવનારું સ્વરૂપ] मिच्छत्तं अविरमणं कसायजोगा य सण्णसण्णा दु । बहुविहभेया जीवे तस्सेव अणण्णपरिणामा ॥१६४॥ णाणावरणादीयस्स ते दु कम्मस्स कारणं होति । तेसि पि होदि जीवो य रागदोसादिभावकरो ॥१६५॥
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250