________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
પ્રતિક્રમણ-આવશ્યક ]
[ ૩૩
(૮) મોક્ષનું સ્વરૂપ
[જીવની સંપૂર્ણ પવિત્રતા બતાવનારું સ્વરૂપ]
बंधाणं च सहावं वियाणि अप्पणो सहावं च । बंधे जो विरजदि सो कम्मविमोक्खणं कुणदि ॥ २६३ ॥
બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મનો, જે બંધ માંહી વિરક્ત થાયે, કર્મમોક્ષ કરે અહો! ૨૯૩.
અર્થ :—બંધોના સ્વભાવને અને આત્માના સ્વભાવને જાણીને બંધો પ્રત્યે જે વિરક્ત થાય છે, તે કર્મોથી મુકાય છે.
वो बंधो यता छिचंति सलक्खणेहिं णियएहिं । पणाछेदणएण दु छिण्णा णाणत्तमावण्णा ॥ २६४॥ જીવ બંધ બન્ને, નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે; પ્રજ્ઞાછીણી થકી છેદતાં બન્ને જુદા પડી જાય છે. ૨૯૪. અર્થ : જીવ તથા બંધ નિયત સ્વલક્ષણોથી (પોતપોતાનાં નિશ્ચિત લક્ષણોથી) છેદાય છે; પ્રજ્ઞારૂપી છીણી વડે છેદવામાં આવતાં તેઓ નાનાપણાને પામે છે અર્થાત્ જુદા પડી જાય છે. वो बंधो यता छिज्जंति सलक्खणेहिं णियएहिं । बंधो छेदेदव्वो सुद्धो अप्पा य ઘેત્તવો ॥૨૬॥
જીવ બંધ જ્યાં છેદાય એ રીત નિયત નિજ નિજ લક્ષણે, ત્યાં છોડવો એ બંધને, જીવ ગ્રહણ કરવો શુદ્ધને. ૨૯૫.
અર્થ :—એ રીતે જીવ અને બંધ તેમનાં નિશ્ચિત સ્વલક્ષણોથી છેદાય છે. ત્યાં, બંધને છેદવો અર્થાત્ છોડવો અને શુદ્ધ આત્માને ગ્રહણ કરવો.
जो कुणदि अवराहे सो णिस्संको दु जणवदि भमदि । वि तस्स बज्झितुं जे चिंता उप्पज्जदि कयाइ ॥ ३०२ ॥
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250