________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
પ્રતિક્રમણ-આવશ્યક ]
[૪૯ લોગ–પઇવાણ, લોગ–પજ્જઅગરાણ, અભય–દયાણું, ચમ્મુદયાણ, મગ્ગ–દયાણ, સરણ–દયાણ, જીવ–દયાણ, બોદિયાણ, ધમ્મ–દયાણ, ધમ્મ–દેસિયાણ, ધમ્મન્નાયગાણ, ધમ્મ–સારહણ, ધમ્મ-વરચારિત ચક્કવટીણું, દીવોકાણ, સરણગઈપઇટ્ટા, અપડિહયવર–નાણદંસણધરાણ, વિઅટ્ટ છઉમાણે, જિહાણ, જાવયાણું, તિન્નાણું, તારયાણ, બુદ્ધાણે, બોયાણ, મુત્તાણ, મોઅગાણું, સદ્ગુનૂણં, સવ્વદરિસીણ, શિવમલયમયમસંતમકુખયમવ્હાબાહમપુણરાવિત્તિ સિદ્ધિગઈ નામધેય, ઠાણે સંપત્તાણું, નમો જિણાવ્યું, જિઅભયાણ.
અર્થ :–અરિહંત ભગવંતોને મારા નમસ્કાર હો, જે અરિહંત ભગવાન અર્થાત્ જ્ઞાનવાન છે, દ્વાદશાંગી ધર્મની આદિ કરનારા છે, તીર્થની સ્થાપના કરનારા છે, અન્યના ઉપદેશ વિના સ્વયમેવ બોધપ્રાપ્ત થયેલા છે; સર્વ પુરુષોમાં ઉત્તમ છે, પુરુષોમાં સિંહસમાન નીડર છે, પુરુષોમાં પુંડરીક કમળ સમાન અલિપ્ત છે, પુરુષોમાં પ્રધાન ગંધહસ્તિ સમાન શક્તિશાળી છે. લોકમાં ઉત્તમ છે, લોકના નાથ છે, લોકના હિતકારક છે, લોકમાં દીવા સમાન પ્રકાશ કરનારા છે, લોકમાં અજ્ઞાન અંધકારનો નાશ કરનારા છે; દુઃખીઓને અભયદાન દેનારા છે, અજ્ઞાનથી અંધ લોકોને જ્ઞાનરૂપ નેત્ર દેનારા છે, માર્ગભ્રષ્ટને (માર્ગ ભૂલેલાને) માર્ગ દેખાડનારા છે, શરણાગતને શરણ દેનારા છે, સંયમરૂપ જીવિતના દાતા છે, સમ્યક્ત્વનું પ્રદાન કરનારા છે, ધર્મહીનને ધર્મદાન કરનારા છે, જિજ્ઞાસુઓને ધર્મનો ઉપદેશ કરનારા છે, ધર્મના નાયક છે, ધર્મના સારથિ–સંચાલક છે, ધર્મમાં શ્રેષ્ઠ છે તથા ચક્રવર્તી સમાન ચતુરન્ત છે અર્થાત જેમ ચાર દિશાઓના વિજય કરવાના કારણે ચક્રવર્તી ચતુરન્ત કહેવાય છે, તેમ અરિહંત પણ ચાર ગતિઓનો અંત કરવાને કારણે ચતુરન્ત કહેવાય છે. ભવસમુદ્રમાં ડૂબતા જીવોને બેટસમાન આધારરૂપ છે, કર્મશત્રુથી બચાવનાર છે, સન્માર્ગ
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250