________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
પ્રતિક્રમણ-આવશ્યક ]
(શિખરિણી)
અહો! વાણી તારી પ્રશમરસ–ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલી ભરી ભરી; અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણિત. (શાર્દૂલવિક્રીડિત)
તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવક્લાંત હૃદયનો, તું પંથ મુક્તિ તણો. (વસંતતિલકા)
રસનિબંધ શિથિલ થાય,
હૃદય જ્ઞાની તણાં જણાય;
તું રુચતાં, જગતની રુચિ આળસે સૌ,
તું
હું
બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.
*
સુણ્યે તને
જાણ્યે તને
રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે.
[૫૩
(અનુષ્ટુપ) બદન ૮.
પાઠ ૬ઠ્ઠો
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનાં કેટલાંક પદો જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિ તણાં નિદાન.
૬.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250
૧.