________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
પ્રતિક્રમણ-આવશ્યક 7 મોટો કોઈ નથી; બધા ત્રણ લોકના નાથ (તીર્થકરો) પણ મારી કૃપાથી થાય છે.
નોંધ :–સમ્યગ્દર્શનની ભૂમિકામાં જ્ઞાની જીવને શુભ વિકલ્પ આવતાં તીર્થંકરનામકર્મ બંધાય છે, તે દષ્ટાંત રજૂ કરી, પોતાનું બળવાનપણું “નિમિત્ત’ આગળ ધરે છે. ૩૨. ઉપાદાન –
ઉપાદાન કહૈ તૂ કહા, ચહું ગતિમેં લે જાય; તો પ્રસાદર્તિ જીવ સબ, દુઃખી હોંહિ રે ભાય. ૩૩.
અર્થ –ઉપાદાન કહે છે તું કોણ? તું તો જીવને ચારે ગતિમાં લઈ જાય છે. ભાઈ! તારી કૃપાથી સર્વે જીવો દુ:ખી જ થાય છે.
નોંધ :–નિમિત્તાધીન દૃષ્ટિનું ફળ ચારે ગતિ એટલે સંસાર છે. નિમિત્ત પરાણે જીવને ચાર ગતિમાં લઈ જાય છે એમ સમજવું નહિ. ૩૩. નિમિત્ત –
કહે નિમિત્ત જો દુઃખ સહે, સો તુમ હમહિ લગાય; સુખી કૌનોં હોત હૈ, તાકો દેહુ બતાય. ૩૪.
અર્થ :–નિમિત્ત કહે છે: જીવ દુઃખ સહન કરે છે તેનો દોષ તું અમારા ઉપર લગાવે છે, તો જીવ સુખી શાથી થાય છે તે બતાવી દે? ૩૪. ઉપાદાન –
જો સુખકો તૂ સુખ કહૈ, સો સુખ તો સુખ નાહિં, યે સુખ, દુખકે મૂલ હૈ, સુખ અવિનાશી માહિ. ૩પ.
અર્થ :–ઉપાદાન કહે છેઃ—જે સુખને તું સુખ કહે છે તે સુખ જ નથી; એ સુખ તો દુ:ખનું મૂળ છે, આત્માના અંતરમાં અવિનાશી સુખ છે. ૩૫.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250