Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 80
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ [ સર્વસામાન્ય ૭૪ ] નિમિત્ત ઃ— અવિનાશી ઘટ ઘટ બસે, સુખ ક્યોં વિલસત નાંહિ? શુભ નિમિત્તકે યોગ બિન, પરે પરે વિલલાહિં. ૩૬. અર્થ :—નિમિત્ત કહે છેઃ—અવિનાશી (સુખ) તો ઘટ ઘટ (દરેક જીવ)માં વસે છે, તો જીવોને સુખનો વિલાસ (ભોગવટો) કેમ નથી? શુભ નિમિત્તના યોગ વગર જીવ ક્ષણેક્ષણે દુ:ખી થઈ રહ્યો છે. ૩૬. ઉપાદાનઃ— શુભ નિમિત્તે ઇહ જીવકો, મિલ્યો કઈ ભવસાર; પૈ ઇક સમ્યક્ દર્શ બિન, ભટકત ફિર્યો ગંવાર. ૩૭. અર્થ :—ઉપાદાન કહે છેઃ—શુભ નિમિત્ત આ જીવને ઘણા ભવોમાં મળ્યું; પણ એક સમ્યગ્દર્શન વિના આ જીવ ગમારપણે (અજ્ઞાનભાવે) ભટક્યા કરે છે. ૩૭. નિમિત્ત ઃ -- સમ્યક્ દર્શ ભયે કહા ત્વરિત મુક્તિમેં જાહિં; આગે ધ્યાન નિમિત્ત હૈ, તે શિવકો પહુંચાહિં. ૩૮. અર્થ :—નિમિત્ત કહે છે :—સમ્યગ્દર્શન થયે શું થયું? શું તેથી તુરત જ મુક્તિમાં જવાય છે? આગળ પણ ધ્યાન નિમિત્ત છે; તે શિવ (મોક્ષ) પદમાં પહોંચાડે છે. ૩૮. ઉપાદાન — છોર ધ્યાનકી ધારના, મોર યોગકી રીતિ; તોર કર્મકે જાલકો, જોર લઈ શિવપ્રીતિ. ૩૯. અર્થ :—ઉપાદાન કહે છે—ધ્યાનની ધારણા છોડીને, યોગની રીતને સમેટી લઈને, કર્મની જાળને તોડી, પુરુષાર્થ વડે શિવપદની પ્રાપ્તિ જીવ કરે છે. ૩૯. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91