________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
પ્રતિક્રમણ-આવશ્યક ]
[ ૭૯ તાત્વિક સુવાક્યો સંસળમૂનો ઘો. ધર્મનું મૂળ દર્શન છે. સમયસાર જિનરાજ હૈ, સ્યાદ્વાદ જિન-વૈન. હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. સ્વરૂપસ્થિત સગુરુદેવનો પ્રભાવના-ઉદય જગતનું કલ્યાણ કરો, જયવંત વર્તો. આત્મા પોતાપણે છે અને પરપણે નથી એવી જે દષ્ટિ તે જ ખરી અનેકાંતદષ્ટિ છે. વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો; અબ કયો ન બિચારત હૈ મનસે, કછુ ઔર રહા ઉન સાધનસં. દુર્લભ મનુષ્યપણું પામીને જે વિષયોમાં રમે છે તે રાખને માટે રત્નને બાળે છે. મહાપુરુષનાં આચરણ જોવા કરતાં તેનું અંતઃકરણ જોવું એ વધારે પરીક્ષા છે. ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજજવલ આત્માઓનો સ્વતઃ વેગ વૈરાગ્યમાં ઝંપલાવ્યું એ છે. જ્ઞાનથી જ રાગ-દ્વેષ નિર્મૂળ થાય. જ્ઞાનનું મુખ્ય સાધન વિચાર છે. વિચારદશાનું મુખ્ય સાધન સપુરુષનાં વચનનું યથાર્થ ગ્રહણ છે. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે, સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું આશ્ચર્ય ભૂલ. સમશ્રેણી રહેવી દુર્લભ છે, નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી થઈ જાય છે. ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250