________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
૩૮ ]
[ સર્વસામાન્ય ભાવરૂપ બે પ્રકારના પ્રાણોનો ઘાત કરવો તે પ્રસિદ્ધ રીતે નક્કી થયેલી હિંસા છે.
अप्रादुर्भावः खलु रागादीनां भवत्यहिंसेति । तेषामेवोत्पत्तिर्हिसेति जिनागमस्य संक्षेपः ॥४४॥
અર્થ :–ખરેખર રાગાદિ ભાવોનું પ્રગટ ન થવું તે અહિંસા છે અને તે રાગાદિ ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે એવું જૈનશાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે. (૨) અસત્યનું સ્વરૂપ
यदिदं प्रमादयोगादसदभिधानं विधीयते किमपि ।
तदनृतमपि विज्ञेयं तद्भेदाः सन्ति चत्वारः ॥६१॥
અર્થ –પ્રમાદ–કષાયમાં જોડાવાથી જે કંઈ પણ અસત્ કથન કરવામાં આવે તે ખરી રીતે જૂઠું જાણવું જોઇએ. (3) ચોરીનું સ્વરૂપ
अवितीर्णस्य ग्रहणं परिग्रहस्य प्रमत्तयोगाद्यत् । । तत्प्रत्येयं स्तेयं सैव च हिंसा वधस्य हेतुत्वात् ॥ १०२॥
અર્થ –જે પ્રમાદ-કષાયમાં જોડાવાથી દીધા વિના સોનું, વસ્ત્ર વગેરે પરિગ્રહને ગ્રહવો તેને ચોરી જાણવી, અને તે વધનું કારણ હોવાથી હિંસા છે. (૪) અબ્રહ્મચર્યનું સ્વરૂપ
यद्धेदरागयोगान्मैथुनमभिधीयते तदब्रह्म ।
अवतरति तत्र हिंसा वधस्य सर्वत्र सभावात् ॥१०७॥ અર્થ :–પુરુષવેદ, સ્ત્રીવેદ કે નપુંસકવેદરૂપ રાગમાં જોડાવાથી જેને મૈથુન કહેવામાં આવે છે તે અબ્રહ્મચર્ય છે, અને તેમાં સર્વત્ર પ્રાણીનો વધ હોવાથી હિંસા થાય છે.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250