Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 53
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક 7 [૪૭ પાતાલ–ત્રણે જગતમાં ધર્મના પ્રકાશકો, ધર્મતીર્થના સ્થાપકો અને રાગ-દ્વેષ આદિ અંતરંગ શત્રુઓ પર વિજેતાઓ એવા ચોવીશ કેવલજ્ઞાની તીર્થકરો અને અન્ય તીર્થકરોનું હું સ્તવન કરીશ સ્તુતિ કરીશ. (સ્તવન :-) શ્રી વૃષભનાથ, શ્રી અજિતનાથ, શ્રી સંભવનાથ, શ્રી અભિનંદન, શ્રી સુમતિનાથ, શ્રી પદ્મપ્રભ, શ્રી સુપાર્શ્વનાથ, શ્રી ચંદ્રપ્રભ, શ્રી પુષ્પદંત અથવા શ્રી સુવિધિનાથ, શ્રી શીતલનાથ, શ્રી શ્રેયાંસનાથ, શ્રી વાસુપૂજ્ય શ્રી વિમલનાથ, શ્રી અનંતનાથ, શ્રી ધર્મનાથ, શ્રી શાન્તિનાથ, શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ, શ્રી મલ્લિનાથ, શ્રી મુનિસુવ્રત, શ્રી નમિનાથ, શ્રી અરિષ્ટનેમિ, શ્રી પાર્શ્વનાથ, શ્રી વદ્ધમાનસ્વામી–આ ચોવીસ જિનેશ્વરોની હું સ્તુતિ કરું છું. (ભગવાનને પ્રાર્થના :-) જેઓની હું સ્તુતિ કરું છું, જેઓ ૧રજમલ રહિત છે, જેઓ જરા–મરણ બન્નેથી મુક્ત છે અને જેઓ તીર્થના પ્રવર્તક છે તે ચોવીશ જિનેશ્વરો અને સામાન્ય કેવલજ્ઞાનીઓ પણ મારા ઉપર પ્રસન્ન થાઓ. જેઓનું કીર્તન, વંદન અને પૂજન નરેન્દ્રો અને દેવેન્દ્રોએ પણ કર્યું છે, જેઓ સંપૂર્ણ લોકમાં ઉત્તમ છે અને જેઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે ભગવાનો મને ભાવઆરોગ્ય (રાગ-દ્વેષ રહિત દશા) માટે બોધિ અને સમાધિના ઉત્તમ વર આપો. જેઓ સર્વ ચંદ્રોથી વિશેષ નિર્મળ છે, સર્વ સૂર્યોથી અધિક પ્રકાશમાન છે અને સ્વયંભૂરમણ નામક મહાસમુદ્રથી વધારે ગંભીર છે તે સિદ્ધભગવંતો મને સિદ્ધિ આપો. (નમસ્કાર મંત્ર બોલી કાયોત્સર્ગ પારવો) ૧. રજ = દ્રવ્યકર્મ, મલ = ભાવકર્મ. ૨. બોધિ = નહિ પ્રાપ્ત થયેલ એવાં સમ્યગ્દર્શન--જ્ઞાન--ચારિત્રની પ્રાપ્તિને લાભ. ૩. સમાધિ = પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શનાદિનું નિર્વિજ્ઞતાપૂર્વક વહન. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91