________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
૬૪ ]
[ સર્વસામાન્ય ઉત્તર –
જ્ઞાન નૈન કિરિયા ચરણ, દોઊ શિવમગ ધાર; ઉપાદાન નિહચે જહાઁ, તહાઁ નિમિત્ત વ્યવહાર. ૩.
અર્થ : સમ્યગ્દર્શન પૂર્વકનું જ્ઞાન અને તે જ્ઞાનમાં ચરણરૂપ (સ્થિરતારૂપ) ક્રિયા તે બંને શિવમાર્ગ (મોક્ષમાર્ગ)ને ધારણ કરે છે.
જ્યાં ઉપાદાન ખરેખર (નિશ્ચય) હોય ત્યાં નિમિત્ત હોય જ છે એ વ્યવહાર છે. (પરવસ્તુ–નિમિત્ત હાજરરૂપ હોય છે એમ પરનું જ્ઞાન કરવું તેને વ્યવહાર કહેવામાં આવે છે.)
ઉપાદાન નિજ ગુણ જહાં, તહં નિમિત્ત પર હોય; ભેદજ્ઞાન પરમાણ વિધિ, વિરલા બૂઝે કોય. ૪.
અર્થ –જ્યાં પોતાનો ગુણ ઉપાદાનરૂપે તૈયાર હોય ત્યાં તેને અનુકૂળ પર નિમિત્ત હોય એવી રીતે ભેદજ્ઞાનના પ્રવીણ પુરુષ જાણે છે. અને તેવા કોઈ વિરલા જ બૂઝે છે. (મુક્ત થાય છે.)
ઉપાદાન બલ જઉં તહોં, નહિં નિમિત્તકો દાવ; એક ચક્રસો રથ ચલે, રવિકો યહ સ્વભાવ.( ૫.
અર્થ :—જ્યાં જુઓ ત્યાં ઉપાદાનનું બળ છે; નિમિત્તનો દાવ નથી, અર્થાત્ નિમિત્ત કાંઈ પણ કરી શકતું નથી; જેમ સૂર્યનો એવો સ્વભાવ છે કે એક ચક્રથી રથ ચાલે છે તેમ.
સધે વસ્તુ અસહાય જë, તહેં નિમિત્ત હૈ કૌન; જ્યાં જહાજ પરવાહમેં, તિરે સહજ બિન પીન. ૬.
નોટ :(૧) ઉપાદાન = વસ્તુની સહજ શક્તિ. (૨) નિમિત્ત = સંયોગી કારણ. (૩) દષ્ટાંતમાં એક પૈડું સૂર્યના રથનું કહ્યું તેમ જ હાલ યુરોપ વગેરે દેશોમાં પર્વતોમાં ચાલતી રેલગાડીઓ એક જ પૈડાથી ચાલે છે. (૪) ઉપાદાન પોતે પોતાથી પોતામાં કાર્ય કરે છે. નિમિત્ત હાજરરૂપ હોય છે, પણ તે ઉપાદાનને કાંઈ મદદ કે અસર કરી શકતું નથી એમ બતાવ્યું છે.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250