Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 76
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૭૦ ] [ સર્વસામાન્ય અર્થ :–નિમિત્ત કહે છેઃ—અનાદિથી નિમિત્ત વગર જ ઉપયોગ (જ્ઞાનનો વ્યાપાર) શું ઊલટો થઈ રહ્યો છે? હે ઉપાદાન! એવી તારી વાત વ્યાજબી સંભવતી નથી. ૨૦. ઉપાદાન – ઉપાદાન કહે રે નિમિત્ત, હમપે કહી ન જાય; ઐસે હી જિન કેવલી, દેખે ત્રિભુવનરાય. ૨૧. અર્થ :–ઉપાદાન કહે છે :–અરે નિમિત્ત! મારાથી કહી શકાય નહિ; જિન કેવળી ત્રિભુવનરાય એમ જ દેખે છે. નોંધ :–અહીં કહે છે કે –ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે નિમિત્ત સ્વયં હાજર હોય, પણ ઉપાદાનને તે કાંઈ કરી શકતું નથી એમ અનંત જ્ઞાનીઓ તેમના જ્ઞાનમાં દેખે છે. ૨૧. નિમિત્ત – જો દેખ્યો ભગવાનને, સો હી સાંચો આહિ; હમ તુમ સંગ અનાદિકે, બલી કહોગે કાહિ. ૨૨. અર્થ :– નિમિત્ત કહે છે :–ભગવાને જે દેખ્યું તે જ સાચું છે એ ખરું, પણ મારો અને તારો સંબંધ અનાદિનો છે, માટે આપણામાંથી બળવાન કોને કહેવો? (બન્ને સરખા છીએ એમ તો કહો). ૨૨. ઉપાદાન :– ઉપાદાન કહે વહ બલી, જાકો નાશ ન હોય; જો ઉપજત વિનશત રહૈ, બલી કહાંતે સોય. ૨૩. અર્થ :–ઉપાદાન કહે છે જેનો નાશ ન થાય તે બળવાન, જે ઊપજે અને વણસે તે બળવાન કેવી રીતે હોઈ શકે? (ન જ હોય). નોંધ –ઉપાદાન ત્રિકાળી અખંડ એકરૂપ વસ્તુ પોતે છે, તેથી તેનો નાશ નથી. નિમિત્ત તો સંયોગરૂપ છે, આવે ને જાય તેથી નાશરૂપ છે, તેથી ઉપાદાન જ બળવાન છે. ૨૩. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91