Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 71
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક 7 [ ૬૫ અર્થ :–વસ્તુ (આત્મા) પરસહાય વિના જ સાધી શકાય છે, તેમાં નિમિત્ત કેવું? (નિમિત્ત પરમાં કાંઈ કરતું નથી.) જેમ પાણીના પ્રવાહમાં વહાણ પવન વિના સહજ તરે છે તેમ. ઉપાદાન વિધિ નિરવચન, હે નિમિત્ત ઉપદેશ; બસે જ જેસે દેશમેં, ધરે સુ તૈસે ભષ. ૭. અર્થ :–ઉપાદાનની રીત નિર્વચનીય છે, નિમિત્તથી ઉપદેશ દેવાની રીત છે. જેમ જીવ જે દેશમાં વસે છે તે દેશનો વેશ પહેરે છે તેમ. ભૈયા ભગવતીદાસજી કૃત ઉપાદાન–નિમિત્તનો સંવાદ (દોહરા) પાદ પ્રણમિ જિનદેવકે, એક ઉક્તિ ઉપજાય; ઉપાદાન અરુ નિમિત્તકો, કહું સંવાદ બનાય. ૧. અર્થ :–જિનદેવનાં ચરણે પ્રણામ કરી, એક અપૂર્વ કથન તૈયાર કરું છું. ઉપાદાન અને નિમિત્તનો સંવાદ બનાવીને તે કહું છું. ૧. પ્રશ્ન :– પૂછત હૈ કોઊ તહાં, ઉપાદાન કિહ નામ; કહો નિમિત્ત કહિયે કહા, કબકે હૈ ઇહ ઠામ. ૨. અર્થ –ત્યાં કોઈ પૂછે છે કે ઉપાદાન કોનું નામ? નિમિત્ત કોને કહીએ? અને ક્યારથી તેમનો સંબંધ છે તે કહો. ૨. ઉત્તર:– ઉપાદાન નિજશક્તિ હૈ, જિયકો મૂલ સ્વભાવ; હૈ નિમિત્ત પરયોગ, બન્યો અનાદિ બનાવ. ૩. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91