Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 46
________________ શ્રી દિગંબર જૈન વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૪o | [ સર્વસામાન્ય અર્થ :–શિકાર, જય, પરાજય, યુદ્ધ, પરસ્ત્રીગમન, ચોરી આદિકનું કોઈ પણ વખતે ચિંતવન નહિ કરવું, કેમ કે તે માઠાં ધ્યાનોનું ફળ કેવળ પાપ જ છે. (૯) સામાયિકવ્રતનું સ્વરૂપ रागद्वेषत्यागानिखिलद्रव्येषु સાવચ્ચે ! तत्त्वोपलब्धिमूलं बहुशः सामायिकं कार्यम् ॥१४८॥ અર્થ સમસ્ત પદાર્થો પ્રત્યે રાગ-દ્વેષનો ત્યાગ કરીને સમભાવને અંગીકાર કરી આત્મહત્ત્વની સ્થિરતાનું મૂળ કારણ એવું સામાયિક વારંવાર કરવું. (૧૦) પૌષધવ્રતનું સ્વરૂપ मुक्तसमस्तारम्भः प्रोषधदिनपूर्ववासरस्यार्द्ध । उपवासं गृह्णीयान्ममत्वमपहाय देहादौ ॥ १५२ ॥ श्रित्वा विविक्तवसतिं समस्तसावद्ययोगमपनीय । सर्वेन्द्रियार्थविरतः कायमनोवचनगुप्तिभिस्तिष्ठेत् ॥१५३॥ અર્થ : સમસ્ત આરંભથી મુક્ત થઈ શરીરાદિકમાં આત્મબુદ્ધિને ત્યાગીને પૌષધના દિવસના આગલા દિવસના બપોરથી ઉપવાસ કરવો અને પૌષધનો દિવસ એકાન્ત સ્થાનમાં રહી સંપૂર્ણ સાવઘયોગને છોડી, સર્વે ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈ, ત્રણ ગુપ્તિમાં સ્થિર થઈ ધર્મધ્યાનમાં વ્યતીત કરવો. (૧૧) ભોગ-ઉપભોગપરિમાણવ્રતનું સ્વરૂપ भोगोपभोगमूला विरताविरतस्य नान्यतो हिंसा । अधिगम्य वस्तुतत्त्वं स्वशक्तिमपि तावपि त्याज्यौ ॥ १६१॥ અર્થ :-શ્રાવકને ભોગ–ઉપભોગના નિમિત્તથી હિંસા થાય છે, માટે વસ્તુના સ્વરૂપને જાણીને પોતાની શક્તિ અનુસાર ભોગઉપભોગને છોડવા જોઇએ. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91