________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
૪૨ ]
[ સર્વસામાન્ય ઉત્તર :–મિથ્યાત્વપ્રકૃતિના ઉદયમાં જોડાવાથી કુદેવમાં દેવબુદ્ધિ, કુગુરુમાં ગુરુબુદ્ધિ, કુશાસ્ત્રમાં શાસ્ત્રબુદ્ધિ, અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ, અધર્મ (કુધર્મ)માં ધર્મબુદ્ધિ ઇત્યાદિ વિપરીતાભિનિવેશ(-અભિપ્રાય)રૂપ જીવના પરિણામને મિથ્યાત્વ કહે છે. - મિથ્યાત્વના પાંચ ભેદ છે–(૧) એકાંતિક મિથ્યાત્વ, (૨) વિપરીત મિથ્યાત્વ, (૩) સાંશયિક મિથ્યાત્વ, (૪) અજ્ઞાનિક મિથ્યાત્વ અને (૫) વૈનયિક મિથ્યાત્વ. એ પાંચ ભેદોનું સ્વરૂપ
(૧) પદાર્થનું સ્વરૂપ અનેક ધર્મોવાળું હોવા છતાં તેને સર્વથા એક જ ધર્મવાળો માનવો તે એકાન્તિક મિથ્યાત્વ છે, જેમ કેઆત્માને સર્વથા ક્ષણિક અથવા સર્વથા નિત્ય માનવો તે.
(૨) દ્રવ્યનું સ્વરૂપ જે પ્રકારે છે તેથી ઊંધી માન્યતારૂપ ઊંધી સચિને વિપરીત મિથ્યાત્વ કહે છે, જેમ કે–શરીરને આત્મા માને, સગ્રંથને નિગ્રંથ માને, કેવળીના સ્વરૂપને વિપરીત પણે માને.
(૩) આત્મા પોતાના કાર્યનો કર્તા થતો હશે કે પરવસ્તુના કાર્યનો કર્તા થતો હશે? એ વગેરે પ્રકારે સંશય રહેવો તેને સાંશયિક મિથ્યાત્વ કહે છે.
(૪) જયાં હિતાહિત વિવેકનો કાંઈ પણ સદ્ભાવ ન હોય તેને અજ્ઞાનિક મિથ્યાત્વ કહે છે, જેમ કે પશુવધને અથવા પાપને ધર્મ સમજવો.
(૫) સમસ્ત દેવ અને સમસ્ત મતોમાં સમદર્શીપણું (સરખાપણું) માનવું તેને વૈનયિક મિથ્યાત્વ કહે છે.
ઉપર પ્રમાણે મિથ્યાત્વનું સ્વરૂપ જાણીને સર્વ જીવોએ મિથ્યાત્વ છોડવું જોઈએ.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250