Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 37
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિકમણ-આવશ્યક | [ ૩૧ अज्झवसाणणिमित्तं जीवा बझंति कम्मणा जदि हि । मुचंति मोक्खमग्गे ठिदा य ता किं करेसि तुमं ॥२६७॥ સૌ જીવ અધ્યવસાનકારણ કર્મથી બંધાય જ્યાં ને મોક્ષમાર્ગે સ્થિત જીવો મુકાય, તું શું કરે ભલા? ર૬૭. અર્થ :–હે ભાઈ! જો ખરેખર અધ્યવસાનના નિમિત્તે જીવો કર્મથી બંધાય છે અને મોક્ષમાર્ગમાં સ્થિત મુકાય છે, તો તું શું કરે છે? (તારો તો બાંધવા–છોડવાનો અભિપ્રાય વિફળ ગયો.) सव्वे करेदि जीवो अज्झवसाणेण तिरियणेरइए । देवमणुए य सव्वे पुण्णं पावं च णेयविहं ॥२६८॥ धम्माधम्मं च तहा जीवाजीवे अलोगलोगं च । सब्वे करेदि जीवो अज्झवसाणेण अप्पाणं ॥२६६॥ તિર્યંચ, નારક, દેવ, માનવ, પુણ્ય–પાપ વિવિધ જે, તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ર૬૮. વળી એમ ધર્મ-અધર્મ, જીવ-અજીવ, લોક-અલોક જે, તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ર૬૯. અર્થ :–જીવ અધ્યવસાનથી તિર્યંચ, નારક, દેવ અને મનુષ્ય એ સર્વ પર્યાયો, તથા અનેક પ્રકારનાં પુણ્ય અને પાપ–એ બધારૂપ પોતાને કરે છે. વળી તેવી રીતે જીવ અધ્યવસાનથી ધર્મ-અધર્મ, જીવ-અજીવ, અને લોક-અલોક–એ બધારૂપ પોતાને કરે છે. एदाणि णत्थि जेसिं अज्झवसाणाणि एवमादीणि । ते असुहेण सुहेण व कम्मेण मुणी ण लिप्पंति ॥ २७०॥ એ આદિ અધ્યવસાન વિધવિધ વર્તતાં નહિ જેમને, તે મુનિવરો લેપાય નહિ શુભ કે અશુભ કર્મો વડે. ૨૭૦. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91