Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 36
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૩૦ ] [ સર્વસામાન્ય છું) અને પર જીવો મને મારે છે, તે મૂઢ (–મોહી) છે, અજ્ઞાની છે, અને આનાથી વિપરીત (અર્થાત્ આવું નથી માનતો) તે જ્ઞાની जो ण मरदि ण य दुहिदो सो वि य कम्मोदएण चेव खलु । तम्हा ण मारिदो णो दुहाविदो चेदि ण दु मिच्छा ॥२५८॥ વળી નવ મરે, નવ દુખી બને, તે કર્મના ઉદયે ખરે, મેં નવ હણ્યો, નવ દુઃખી કર્યો—તુજ મત શું નહિ મિથ્યા ખરે? અર્થ –વળી જે નથી મરતો અને નથી દુઃખી થતો તે પણ ખરેખર કર્મના ઉદયથી જ થાય છે; તેથી “મેં ન માર્યો, મેં ન દુઃખી કર્યો એવો તારો અભિપ્રાય શું ખરેખર મિથ્યા નથી? एसा दु जा मदी दे दुक्खिदसुहिदे करेमि सत्ते त्ति । एसा दे मूढमदी सुहासुहं बंधदे कम्मं ॥२५६॥ આ બુદ્ધિ જે તુજ–દુઃખિત તેમ સુખી કરું છું જીવને', તે મૂઢ મતિ તારી અરે! શુભ-અશુભ બાંધે કર્મને ર૫૯. અર્થ તારી જે આ બુદ્ધિ છે કે હું જીવોને દુઃખી સુખી કરું છું, તે આ તારી મૂઢ બુદ્ધિ જ (મોહસ્વરૂપ બુદ્ધિ જ) શુભાશુભ કર્મને બાંધે છે. अज्झवसिदेण बंधो सत्ते मारेउ मा व मारेउ । एसो बंधसमासो जीवाणं णिच्छयणयस्स ॥२६२॥ મારો–ન મારો જીવને, છે બંધ અધ્યવસાનથી, –આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચયનય થકી. ૨૬૨. અર્થ –જીવોને મારો અથવા ન મારો–કર્મબંધ અધ્યવસાનથી જ થાય છે. આ, નિશ્ચયનયે, જીવોના બંધનો સંક્ષેપ છે. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91