Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 40
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૩૪ ] [ સર્વસામાન્ય एवम्हि सावराहो बज्झामि अहं तु संकिदो चेदा । जइ पुण णिरावराहो णिस्संकोहं ण बज्झामि ॥ ३०३ ॥ અપરાધ જે કરતો નથી, નિઃશંક લોક વિષે ફરે, ‘બંધાઉં હું' એવી કદી ચિંતા ન થાયે તેહને. ૩૦૨. ત્યમ આતમા અપરાધી ‘હું બંધાઉં’ એમ સશંક છે, ને નિરપરાધી જીવ નહિ બંધાઉં' એમ નિઃશંક છે. ૩૦૩. અર્થ :–જે પુરુષ અપરાધ કરતો નથી તે લોકમાં નિઃશંક ફરે છે, કારણ કે તેને બંધાવાની ચિંતા કદાપિ ઊપજતી નથી. એવી રીતે અપરાધી આત્મા ‘હું અપરાધી છું તેથી હું બંધાઈશ' એમ શંકિત હોય છે, અને જો નિરપરાધી (આત્મા) હોય તો ‘હું નહિ બંધાઉં' એમ નિઃશંક હોય છે. * (૯) સર્વવિશુદ્ધજ્ઞાનનું સ્વરૂપ दिट्टी जहेव णाणं अकारयं तह अवेदयं चेव । जाणइ य बंधमोक्खं कम्मुदयं णिज्जरं चेव ॥ ३२० ॥ જ્યમ નેત્ર, તેમ જ જ્ઞાન નથી કારક, નથી વેદક અરે ! જાણે જ કર્મોદય, નિરજરા, બંધ તેમ જ મોક્ષને. ૩૨૦. અર્થ :—જેમ નેત્ર (દૃશ્ય પદાર્થોને કરતું—ભોગવતું નથી, દેખે જ છે), તેમજ્ઞાન અકારક તથા અવેદક છે, અને બંધ, મોક્ષ, કર્મોદય તથા નિર્જરાને જાણે જ છે. ववहार भासिदेण परदव्वं मम भांति अविदिदत्था । जाणंति णिच्छएण दु ण य मह परमाणुमित्तमवि किंचि ॥ ३२४ ॥ વ્યવહારમૂઢ અતત્ત્વવિદ્ પરદ્રવ્યને ‘મારું' કહે, ‘પરમાણુમાત્ર ન મારું', જ્ઞાની જાણતા નિશ્ચય વડે. ૩૨૪. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91