________________
શ્રી દિગંબર જૈન વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
૨ ]
[ સર્વસામાન્ય આ જીવ જ્યારે આસવોનું તેમ નિજ આત્મા તણું જાણે વિશેષાંતર, તદા બંધન નહીં તેને થતું. ૭૧.
અર્થ –જ્યારે આ જીવ આત્માના અને આસવના તફાવત અને ભેદને જાણે ત્યારે તેને બંધ થતો નથી.
णादूण आसवाणं असुचित्तं च विवरीयभावं च । दुक्खस्स कारणं ति य तदो णियत्तिं कुणदि जीवो ॥७२॥ અશુચિપણું, વિપરીતતા એ આસ્ત્રવોનાં જાણીને, વળી જાણીને દુઃખકારણો, એથી નિવર્તન જીવ કરે. ૭૨.
અર્થ :–આસવોનું અશુચિપણું અને વિપરીતપણું તથા તેઓ દુઃખનાં કારણ છે એમ જાણીને જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે.
जीवणिबद्धा एदे अधुव अणिचा तहा असरणा य । दुक्खा दुक्खफ ल त्ति य णादूण णिवत्तदे तेहिं ॥७४॥ આ સર્વ જીવનિબદ્ધ, અધુવ, શરણહીન, અનિત્ય છે, એ દુઃખ, દુઃખફળ જાણીને એનાથી જીવ પાછો વળે. ૭૪.
અર્થ :–આ આસવો જીવની સાથે નિબદ્ધ છે, અધ્રુવ છે, અનિત્ય છે તેમ જ અશરણ છે, વળી તેઓ દુઃખરૂપ છે, દુઃખ જ જેમનું ફળ છે એવા છે, એવું જાણીને જ્ઞાની તેમનાથી નિવૃત્તિ કરે છે.
(૫) સંવરનું સ્વરૂપ [જીવના શુભાશુભ ભાવો કેમ અટકાવવા તે બતાવનારું સ્વરૂપ
उवओगे उवओगो कोहादिसु णत्थि को वि उवओगो ।
कोहो कोहे चेव हि उवओगे णत्थि खलु कोहो ॥१८१॥ ઉપયોગમાં ઉપયોગ, કો ઉપયોગ નહિ ક્રોધાદિમાં,
છે ક્રોધ ક્રોધ મહીં જ, નિશ્ચય ક્રોધ નહિ ઉપયોગમાં. ૧૮૧. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250