Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 27
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક | [ ૨૧ મિથ્યાત્વ ને અવિરત, કષાયો, યોગ સંજ્ઞ અસંજ્ઞ છે, એ વિવિધ ભેદે જીવમાં, જીવના અનન્ય પરિણામ છે; ૧૬૪. વળી તેહ જ્ઞાનાવરણઆદિક કર્મનાં કારણ બને, ને તેમનું પણ જીવ બને જે રાગદ્વેષાદિક કરે. ૧૬૫. અર્થ –મિથ્યાત્વ, અવિરમણ, કષાય અને યોગ–એ આસવો સંજ્ઞ (અર્થાત્ ચેતનના વિકાર) પણ છે અને અસંજ્ઞ (અર્થાત પુલના વિકાર) પણ છે. વિવિધ ભેટવાળા સંજ્ઞ આસવો–કે જેઓ જીવમાં ઉત્પન્ન થાય છે તેઓ–જીવના જ અનન્ય પરિણામ છે. વળી અસંજ્ઞ આસવો જ્ઞાનાવરણ આદિ કર્મનું કારણ (નિમિત્ત) થાય છે અને તેમને પણ (અર્થાત અસંજ્ઞ આસવોને પણ કર્મબંધનું નિમિત્ત થવામાં) રાગદ્વેષાદિ ભાવ કરનારો જીવ કારણ (નિમિત્ત) થાય છે. जाव ण वेदि विसेसंतरं तु आदासवाण दोण्हं पि । अण्णाणी ताव दु सो कोहादिसु वट्टदे जीवो ॥६६॥ कोहादिसु वटुंतस्स तस्स कम्मस्स संचओ होदि । जीवस्सेवं बंधो भणिदो खलु सव्वदरिसीहिं ॥७०॥ આત્મા અને આસ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, “ ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી, અજ્ઞાની એવા જીવની. ૬૯. જીવ વર્તતાં ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે, સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ૭૦. અર્થ :–જીવ જ્યાં સુધી આત્મા અને આસવ–એ બન્નેના તફાવત અને ભેદને જાણતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો ક્રોધાદિક આસ્રવોમાં પ્રવર્તે છે; ક્રોધાદિકમાં વર્તતા તેને કર્મનો સંચય થાય છે. ખરેખર આ રીતે જીવને કર્મોનો બંધ સર્વજ્ઞદેવોએ કહ્યો છે. जइया इमेण जीवेण अप्पणो आसवाण य तहेव । णादं होदि विसेसंतरं तु तइया ण बंधो से ॥७१॥ Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91