Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 32
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૨૬ ] [ સર્વસામાન્ય અર્થ :–જો પરદ્રવ્ય—પરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું, કારણ કે હું તો જ્ઞાતા જ છું તેથી (પરદ્રવ્યરૂપ) પરિગ્રહ મારો નથી. छिदुवा भिजवाजिदु वा अहव जादु विप्पलयं । जम्हा तम्हा गच्छदु तह वि हु ण परिग्गहो मज्झ ॥ २०६ ॥ છેદાવ, વા ભેદાવ, કો લઈ જાવ, નષ્ટ બનો ભલે, વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો ખરે. ૨૦૯. અર્થ :—છેદાઈ જાઓ, અથવા ભેદાઈ જાઓ, અથવા કોઈ લઈ જાઓ, અથવા નષ્ટ થઈ જાઓ, અથવા તો ગમે તે રીતે જાઓ, તોપણ ખરેખર પરિગ્રહ મારો નથી. अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे धम्मं । अपरिग्गहो दु धम्मस्स जाणगो तेण सो होदि ॥ २१० ॥ અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પુણ્યને, ન તેથી ન પરિગ્રહી પુણ્યનો તે, પુણ્યનો જ્ઞાયક રહે. ૨૧૦. અર્થ :–અનિચ્છક અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની ધર્મને (પુણ્યને) ઇચ્છતો નથી, તેથી તે ધર્મનો પરિગ્રહી નથી, (ધર્મનો) જ્ઞાયક જ છે. अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदि अधम्मं । अपरिग्गहो अधम्मस्स जाणगो तेण सो होदि ।। २११ ॥ અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાપને, તેથી ન પરિગ્રહી પાપનો તે, પાપનો જ્ઞાયક રહે. ૨૧૧. અર્થ :–અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની અધર્મને (પાપને) ઇચ્છતો નથી, તેથી તે અધર્મનો પરિગ્રહી નથી, (અધર્મનો) જ્ઞાયક જ છે. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91