Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 33
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક | [ ૨૭ सम्माविट्ठी जीवा णिस्संका होति णिब्भया तेण । सत्तभयविप्पमुक्का जम्हा तम्हा दु णिस्संका ॥२२८॥ સમ્યકત્વવંત જીવો નિઃશંકિત, તેથી છે નિર્ભય અને છે સપ્તભયપ્રવિમુક્ત જેથી, તેથી તે નિઃશંક છે. ૨૨૮. અર્થ : સમ્યગ્દષ્ટિ જીવો નિઃશંક હોય છે તેથી નિર્ભય હોય છે; અને કારણ કે સપ્ત ભયથી રહિત હોય છે તેથી નિઃશંક હોય છે (–અડોલ હોય છે). जो चत्तारि वि पाए छिंददि ते कम्मबंधमोहकरे । सो णिस्संको चेदा सम्मादिट्ठी मुणेदव्वो ॥ २२६॥ જે કર્મબંધનમોહકર્તા પાદ ચારે છેદતો, ચિમૂર્તિ તે શંકારહિત સમકિતદૃષ્ટિ જાણવો. ૨૨૯. અર્થ :–જે ચેતયિતા, કર્મબંધ સંબંધી મોહ કરનારા (અર્થાત જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો ભ્રમ કરનારા) મિથ્યાત્વાદિ ભાવો રૂપ ચારે પાયાને છેદે છે, તે નિઃશંક સમ્યગ્દષ્ટિ જાણવો. जो दु ण करेदि कंखं कम्मफलेसु तह सव्वधम्मेसु । सो णिक्कंखो चेदा सम्मादिट्ठी मुणेदवो ॥२३०॥ જે કર્મફળ ને સર્વ ધર્મ તણી ન કાંક્ષા રાખતો, ચિમૂર્તિ તે કાંક્ષારહિત સમકિતદૃષ્ટિ જાણવો. ૨૩૦. અર્થ –જે ચેતયિતા કર્મોનાં ફળો પ્રત્યે તથા સર્વ ધર્મો પ્રત્યે કાંક્ષા કરતો નથી તે નિષ્કાંક્ષ સમ્યગ્દષ્ટિ જાણવો. जो ण करेदि दुगुंछं चेदा सव्वेसिमेव धम्माणं । सो खलु णिविदिगिच्छो सम्मादिट्ठी मुणेदव्वो ॥२३१॥ * ચેતયિતા = ચેતનાર; જાણનાર--દેખનાર; આત્મા Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91