Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
પ્રતિક્રમણ-આવશ્યક |
[ ૨૫ पोग्गलकम्मं रागो तस्स विवागोदओ हवदि एसो ।
ण दु एस मज्झ भावो जाणगभावो हु अहमेक्को ॥१६६॥ પુદ્ગલકરમરૂપ રાગનો જ વિપાકરૂપ છે ઉદય આ, આ છે નહીં મુજ ભાવ, નિશ્ચય એક જ્ઞાયકભાવ છું. ૧૯૯.
અર્થ :–રાગ પુદ્ગલકર્મ છે, તેનો વિપાકરૂપ ઉદય આ છે, આ મારો ભાવ નથી; હું તો નિશ્ચયથી એક જ્ઞાયકભાવ છું.
एवं सम्मद्दिट्ठी अप्पाणं मुणदि जाणगसहावं । उदयं कम्मविवागं च मुयदि तचं वियाणंतो ॥२००॥ સુદૃષ્ટિ એ રીતે આત્મને જ્ઞાયકસ્વભાવ જ જાણતો, ને ઉદય કર્મવિપાકરૂપ તે તત્ત્વજ્ઞાયક છોડતો. ૨૦૦.
અર્થ –આ રીતે સમ્યગ્દષ્ટિ આત્માને (પોતાને) જ્ઞાયકસ્વભાવ જાણે છે અને તત્ત્વને અર્થાત યથાર્થ સ્વરૂપને જાણતો થકો કર્મના વિપાકરૂપ ઉદયને છોડે છે.
परमाणुमित्तयं पि हु रागादीणं तु विजदे जस्स । ण वि सो जाणदि अप्पाणयं तु सव्वागमधरो वि ॥ २०१॥ અણુમાત્ર પણ રાગાદિનો સદ્ભાવ વર્તે જેહને, તે સર્વઆગમધર ભલે પણ જાણતો નહિ આત્મને. ૨૦૧.
અર્થ –ખરેખર જે જીવને પરમાણુમાત્ર_લેશમાત્ર—પણ રાગાદિક વર્તે છે તે જીવ ભલે સર્વ આગમ ભણેલો હોય તોપણ આત્માને નથી જાણતો.
मज्झं परिग्गहो जदि तदो अहमजीवदं तु गच्छेज्ज । _णादेव अहं जम्हा तम्हा ण परिग्गहो मज्झ ॥२०८॥ પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ખરે, હું તો ખરે જ્ઞાતા જ, તેથી નહિ પરિગ્રહ મુજ બને. ૨૦૮.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91