Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 30
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૨૪ ] [ સર્વસામાન્ય જે સર્વસંગવિમુક્ત, ધ્યાવે આત્મને આત્મા વડે, —નહિ કર્મ કે નોકર્મ, ચેતક ચેતતો એકત્વને, ૧૮૮. તે આત્મ ધ્યાતો, જ્ઞાનદર્શનમય, અનન્યમયી ખરે, બસ અલ્પ કાળે કર્મથી પ્રવિમુક્ત આત્માને વરે. ૧૮૯. અર્થ :–આત્માને આત્મા વડે બે પુણ્ય–પાપરૂપ શુભાશુભયોગોથી રોકીને દર્શનજ્ઞાનમાં સ્થિત થયો થકો અને અન્ય (વસ્તુ)ની ઇચ્છાથી વિરમ્યો થકો, જે આત્મા, (ઇચ્છારહિત થવાથી) સર્વ સંગથી રહિત થયો થકો, (પોતાના) આત્માને આત્મા વડે ધ્યાવે છે—કર્મ અને નોકર્મને ધ્યાતો નથી, (પોતે) ચેતિયતા (હોવાથી) એકત્વને જ ચિંતવે છે—ચેતે છે—અનુભવે છે, તે (આત્મા) આત્માને ધ્યાતો, દર્શનજ્ઞાનમય અને અનન્યમય થયો થકો અલ્પ કાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે. (૬) નિર્જરાનું સ્વરૂપ [સંવરપૂર્વક જે પૂર્વના વિકારી ભાવોને તથા પૂર્વે બાંધેલા કર્મોને ટાળે છે તેને નિર્જરા કહે છે, તે બતાવનારું સ્વરૂપ. જ उदयविवागो विविहो कम्माणं वण्णिदो जिणवरेहिं । दु ते मज्झ सहावा जाणगभावो दु अहमेक्को ॥ १६८ ॥ કર્મો તણો જે વિવિધ ઉદયવિપાક જિનવર વર્ણવ્યો, તે મુજ સ્વભાવો છે નહીં, હું એક જ્ઞાયકભાવ છું. ૧૯૮. અર્થ :—કર્મોના ઉદયનો વિપાક (ફળ) જિનવરોએ અનેક પ્રકારનો વર્ણવ્યો છે તે મારા સ્વભાવો નથી; હું તો એક જ્ઞાયકભાવ છું. ૧. ચેતિયતા = ચેતનાર; દેખનાર--જાણનાર. ૨. અનન્યમય = અન્યમય નહિ એવો. Shri Digambar JainSwadhyay Mandir Trust, Songadh - 364250

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91