Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 25
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક ] [ ૧૯ છે કર્મ અશુભ કુશીલ ને જાણો સુશીલ શુભકર્મને! તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે? ૧૪૫. અર્થ :–અશુભ કર્મ કુશીલ છે (-ખરાબ છે) અને શુભ કર્મ સુશીલ છે ( સારું છે) એમ તમે જાણો છો! તે સુશીલ કેમ હોય કે જે (જીવન) સંસારમાં પ્રવેશ કરાવે છે? सोवण्णियं पि णियलं बंधदि कालायसं पि जह पुरिसं । बंधदि एवं जीवं सुहमसुहं वा कदं कम्मं ॥१४६॥ જ્યમ લોહનું ત્યમ કનકનું જંજીર જકડે પુરુષને, એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. ૧૪૬. અર્થ –જેમ સુવર્ણની બેડી પણ પુરુષને બાંધે છે અને લોખંડની પણ બાંધે છે, તેવી રીતે શુભ તેમ જ અશુભ કરેલું કર્મ જીવને (અવિશેષપણે) બાંધે છે. परमट्ठम्हि दु अठिदो जो कुणदि तवं वदं च धारेदि । तं सव्वं बालतवं बालवदं बेंति सव्वण्हू ॥१५२॥ પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે, વ્રતને ધરે, સઘળુંય તે તપ બાળ ને વ્રત બાળ સર્વજ્ઞો કહે. ૧૫ર. અર્થ:–પરમાર્થમાં અસ્થિત એવો જે જીવ તપ કરે છે તથા વ્રત ધારણ કરે છે, તેમાં તે સર્વ તપ અને વ્રતને સર્વજ્ઞો બાળતા અને બાળવ્રત કહે છે. वदणियमाणि धरंता सीलाणि तहा तवं च कुवंता । परमट्ठबाहिरा जे णिव्वाणं ते ण विदंति ॥१५३ ॥ વ્રતનિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે. પરમાર્થથી જે બાહ્ય તે નિર્વાણ પ્રાપ્તિ નહીં કરે. ૧૫૩. અર્થ –વ્રત અને નિયમો ધારણ કરતા હોવા છતાં તેમ જ Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91