Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 23
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક ] [ ૧૭ તે ભાવનો તે ખરેખર કર્તા થાય છે, તે (ભાવ) તેનું કર્મ થાય છે અને તે આત્મા તેનો (તે ભાવરૂપ કર્મનો) ભોક્તા થાય છે. जो जम्हि गुणे दव्वे सो अण्णम्हि दु ण संकमदि दवे । सो अण्णमसंकेतो कह तं परिणामए दबं ॥१०३॥ જે દ્રવ્ય જે ગુણ–દ્રવ્યમાં, નહિ અન્ય દ્રવ્ય સંક્રમે; અણસંક્રખ્યું તે કેમ અન્ય પરિણાવે દ્રવ્યને? ૧૦૩. અર્થ :–જે વસ્તુ (અર્થાત્ દ્રવ્ય) જે દ્રવ્યમાં અને ગુણમાં વર્તે છે તે અન્ય દ્રવ્યમાં તથા ગુણમાં સંક્રમણ પામતી નથી (અર્થાત બદલાઈને અન્યમાં ભળી જતી નથી); અન્યરૂપે સંક્રમણ નહિ પામી થકી તે (વસ્તુ), અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે? जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स कम्मस्स । णाणिस्स स णाणमओ अण्णाणमओ अणाणिस्स ॥१२६॥ જે ભાવને આત્મા કરે, કર્તા બને તે કર્મનો; તે જ્ઞાનમય છે જ્ઞાનીનો, અજ્ઞાનમય અજ્ઞાનીનો. ૧૨૬. અર્થ :–આત્મા જે ભાવને કરે છે તે ભાવરૂપ કર્મનો તે કર્તા થાય છે; જ્ઞાનીને તો તે ભાવ જ્ઞાનમય છે અને અજ્ઞાનીને અજ્ઞાનમય છે. णाणमया भावाओ णाणमओ चेव जायदे भावो । जम्हा तम्हा णाणिस्स सब्बे भावा हु णाणमया ॥ १२८॥ अण्णाणमया भावा अण्णाणो चेव जायदे भावो । जम्हा तम्हा भावा अण्णाणमया अणाणिस्स ॥१२६॥ વળી જ્ઞાનમય કો ભાવમાંથી જ્ઞાનભાવ જ ઊપજે, તે કારણે જ્ઞાની તણા સૌ ભાવ જ્ઞાનમયી ખરે; ૧૨૮. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91