________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
૧૪ ]
[ સર્વસામાન્ય
છે એમ નિયમથી જાણવું, પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કાંઈ નથી.
अहमेक्को खलु सुद्धो दंसणणाणमइओ सदारुवी ।
ण वि अत्थि मज्झ किंचि वि अण्णं परमाणुमेत्तं पि ॥ ३८ ॥
હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે! ૩૮.
અર્થ :દર્શનજ્ઞાનચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કે : નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, દર્શનજ્ઞાનમય છું, સદા અરૂપી છું; કાંઈ પણ અન્ય પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારું નથી એ નિશ્ચય છે.
ववहारेण दु एदे जीवस्स हवंति वण्णमादीया । गुणठाणंता भावा ण दु केई णिच्छयणयस्स ॥ ५६ ॥
વર્ણાદિ ગુણસ્થાનાંત ભાવો જીવના વ્યવહારથી,
પણ કોઈ એ ભાવો નથી આત્મા તણા નિશ્ચય થકી. ૫૬.
શાન
અર્થ :—આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો કહેવામાં આવ્યા તે વ્યવહારનયથી તો જીવના છે (માટે સૂત્રમાં કહ્યા છે), પરંતુ નિશ્ચયનયના મતમાં તેમનામાંના કોઈ પણ જીવના નથી. *
(૨) જીવ પરનો કર્તા નથી પણ પોતાના ભાવનો કર્તા છે એ બતાવનારું સ્વરૂપ :
विकुव्वदि कम्मगुणे जीवो कम्मं तहेव जीवगुणे । अण्णोण्णणिमित्तेण दु परिणामं जाण दोन्हं पि ॥ ८१ ॥
देण कारणेण दु कत्ता II II भावे । पोग्गलकम्पकदाणं ण दु कत्ता सव्वभावाणं ॥ ८२ ॥
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250