Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 12
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૬ ] [ સર્વસામાન્ય અર્થ :–જે કોઈ નિત્યે ધર્મધ્યાન અને શુક્લધ્યાનને ધ્યાવે છે, તેને સ્થાયી (ખરી) સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. પાઠ ૪ થો હવે તીર્થંકર ભગવાનની સાચી સ્તુતિનું સ્વરૂપ કહેવામાં આવે છેઃ— जो इंदिये जिणित्ता णाणसहावाधियं मुणदि आदं । तं खलु जिदिदियं ते भांति जे णिच्छिदा साहू ॥ ३१ ॥ જીતી ઇન્દ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને, નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેંદ્રિય તેહને. ૩૧.* અર્થ :—જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક આત્માને જાણે છે તેને, જે નિશ્ચયનયમાં સ્થિત સાધુઓ છે તેઓ, ખરેખર જિતેન્દ્રિય કહે છે. जो मोहं तु जिणित्ता णाणसहावाधियं मुणदि आदं । तं વ્રુતિ ॥ ૨૨ ।। ॥ જીતી મોહ જ્ઞાનસ્વભાવથી જે અધિક જાણે આત્મને, પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ જિતમોહી કહે. ૩૨. અર્થ :—જે મુનિ મોહને જીતીને પોતાના આત્માને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યભાવોથી અધિક જાણે છે તે મુનિને પરમાર્થના જાણનારાઓ જિતમોહ કહે છે. जिदमोहस्स दु जइया खीणो मोहो हवेज साहुस्स । तइया हु खीणमोहो भण्णदि सो णिच्छयविदूहिं ॥ ३३ ॥ * પાઠ ૪થા તથા ૭મામાં જે ગાથાઓ છે તે શ્રી સમયસારની છે. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91