________________
સંગીત–નાટ્ય-રૂપાવલિ
गीतं वाद्यं तथा नृत्यं त्रयं संगीतमुच्यते । લલિત કલાઓના વિકાસમાં સંગીત અને નૃત્યને બહુ જ નિકટને સંબંધ છે. પ્રેક્ષકનાં મન સુરતી નર્તકીને માત્ર અભિનયથી જે વિજય મળે તેના કરતાં અભિનય જ્યારે સંગીત સાથે ભળે ત્યારે એ વિજય સિદ્ધતર બને. સંગીતમાં જે શબ્દાર્થ હોય તેને અનુરૂપ અંગનાં હલનચલનથી જયારે નર્તકી અમુક ભાવ ઉત્પન્ન કરી શકે ત્યારે એ બંનેની સાર્થક્તા થાય.
સંગીત શબ્દને અર્થ–સે એટલે સારી રીતે–અર્થાત્ ઉપાંગ સાથે, ગીત એટલે સ્વરને અમુક નિયમ પ્રમાણે ગોઠવી ઉચ્ચારવા -અર્થાત ગાવું એટલે ગાવાના ઉપાંગ સાથે તે સંગીત–ગાવું તે અંગ અને બજાવવું તથા નાચવું એ ઉપાંગ; એ અંગોપાંગ મળીને સંગીત એ શબ્દ થાય છે. માટે સંગીત શબ્દમાં ગાવું બનાવવું તથા નાચવું એ ત્રણને સમાવેશ થાય છે.
આ સૃષ્ટિમાં પ્રાણી માત્રને ગાવું, બનાવવું તથા નાચવું અધિક પ્રિય છે. સંગીતથી જડ પદાર્થ પણ આનંદિત થાય છે તે પછી સચેતન પ્રાણી આનંદ થાય તેમાં તે શી નવાઈ?
આરંભકાલે નૃત્ત અને સંગીતની કલાઓનો વિકાસ જુદો જુદે જ થયો છે. મૃત અને નૃત્ય વચ્ચે ભેદ છે. નૃત કરવામાં ગાત્ર વિક્ષેપ જરૂર છે, અને નર્તકી જયારે નૃત્ય કરે છે ત્યારે તેને માથું, હાથ, પગ, આંખ, શ્ર, છાતી, કટિ વગેરે અગાને જુદી જુદી રીતે હલાવવા પડે છે. આ બધા પ્રકારનાં વર્ણન આપણુ વૃત્ત માં મળે છે. નૃત્તમાં અભિનય ન હોય અને સંગીત પણ ન હોય; નૃત્યમાં એ હેય. આ સ્થિતિ જ બતાવે છે કે સંગીત અને નૃત્યને આવિર્ભાવ શરૂઆતમાં તે સ્વતંત્ર રીતે જ થયું છે. પાછળથી જ્યારે સંકુલ ભાવોને ઉપજાવવામાં સંગીત તથા યનું સંમિશ્રણ ઉપયોગી જણાયું ત્યારે એના અને બીજાએ ઉપયોગમાં લઈ લીધાં, આવે કાળ, મૂળ નૃત્તનાં અગે રૂય શરીરનાં અંગોપાંગનાં હલનચલનના જે પ્રકારે નૃત્યમાં ગણુ વેલા મળે છે તેને સંગીતમાં પણ સ્થાન મળ્યું. આપણ અહીંની ચિત્રાવલિ આવા સમયને અનુલક્ષે છે. એમાં કુલ ૧૦૭ સંગીતના અને ૩૧૨ નૃત્યનાં ચિત્રો છે. દરેક ઉપર તે તે ચિત્રોન નામ ચિત્રકારે લખેલાં છે.
ખરી રીતે, ચિત્ર અને સંગીત-નૃત્યને કંઈ મૂલગત સંબંધ નથી. પણ અમુક સમયે આપણું માનસ બધા મૂર્ત ભાવેને સશરીર બનાવવા તરફ વળ્યું. તે સમયે જુદા જુદા પ્રકારના શિ તેમજ ચિત્રો તૈયાર થયાં. નૃત્તનાં અસંખ્ય પ્રકારનાં શિપ તથા ચિત્રો મેજુદ છે. અમૂર્ત રાગ-રાગિણીનાં પ્રાચીન ચિત્ર મારા પિતાજી તરફથી Masterpieces of the Kalpasutra Paintings નામના ગ્રંથમાં હમણાં જ પ્રસિદ્ધ કરવામાં આવેલાં છે. મન ઉપર જેની સચોટ અસર થાય તેને કલાકાર મૂર્ત રૂપ આપવા મથે એ દેખીતું છે. માનવસ્વભાવમાં રહેલું સ્વાભાવિક તત્ત્વ જ આ પ્રક્રિયાનાં મૂળમાં રહેલું છે.
આ ચિત્રો ૧૫-૧૬માં સકામાં ચીતરાએલાં છે. એની સમજુતી માટે આપણે પહેલાં ગ્રામ, સ્વર, મુતિ, મૂઈના અને તાન. પછી નૃત્ત-હસ્ત, ચારી_વિધાન, શિરોમેદ અને ભ્રમકસિ વિશે હસ્તપ્રતમાં આપેલાં ચિત્રાનુક્રમે વિચાર કરીશું. મામ પ્રકારે
ગ્રામના ગામ અથવા વિશ્રામ અથવા સમૂહ એ ત્રણ અર્થ થાય છે. આપણી ચિત્રાવલિમાં ૧ મંત્ર, ૨ મધ્ય અને ૩ તાર. આ ત્રણ ગામનાં ચિત્રો આપવામાં આવેલાં છે.
૧, ગાયકવાડ ઍરિએન્ટલ સીરીઝમાં પ્રસિદ્ધ થએલ “નાટયશાસ્ત્રના પ્રથમ ભાગમાં, ૧૮ કરણમાંથી ૯૩નાં ચિત્રો આપેલાં છે. તે ચિત્રો ૧૨-૧૩મા સૈકાના શિલ્પો ઉપરથી લીધેલાં છે. ૧૧-૧૩માં સકાને નૃત્તનાં અસંખ્ય રૂપે, કુંભારિયાજી તથા દેલવાડાનાં જેન મંદિરના થાંભલાઓ ઉપર કંડારેલાં છે.
"Aho Shrutgyanam