________________
પક
ચિત્ર ૩૦૬ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ જમીનને અડાડેલા અને એકબીજાની નજીકમાં જ સરખા રાખેલા છે. તેણીએ બંને હાથ પહોળા કરી, કોણી તથા કાંડાએથી વાળી; પંજા ઉંચા રાખી બંને પડખે રાખેલા છે, જે તેણી ગળાકારે ફરતી હેાય તે ભાવ દર્શાવે છે. શરીરનો વર્ણ ગુલાખી છે. તેણુએ લીલા પોપટીયા રંગની કંચુકી અને પાયજામે કરમજી રંગની ડીઝાઈનવાળા પીળા રંગના પરિધાન કરેલા છે. કમ્મર ઉપરના વરાને રંગ પાયજામા જેવો જ છે,
ચિત્ર ૩૦૭ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ જમીનથી ઉંચા રાખેલા છે. તે એ ભાવ દર્શાવે છે કે તેણે બાજુમાં ખસવાની તૈયારી કરતી હેય. તેણીના બંને હાથ અને પડખે લટકતા છે. શરીરને વણે સુવર્ણ છે. તેણીએ વાદળી રંગની કંચુકી પહેરેલી છે અને પાયજામે લાલ રંગની ડીઝાઈનવાળા પીળા રંગને પરિધાન કરે છે. કમ્મર ઉપરનું વસ્ત્ર કરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગનું છે.
ચિત્ર ૩૦૮ થી ૩૧૦ : ૧ રથચક્રાચારી એપ ૧ થી ૩. ચતુરન્સને આશ્રય કરીને રહેલા બંને પગને (ચિત્ર ૩૦૮) આગળ (ચિત્ર ૩૦૯) તથા પાછળ ખસેડવા (ચિત્ર ૩૧૦), તેને રથચક્રાચારી કહે છે.
ચિત્ર ૩૦૮ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ જમીનથી સહેજ ઉંચા અને તળીયાના આગળના ભાગને જમીન તરફ શખેલા છે, જે આગળ જવાને ભાવ દર્શાવે છે. તેણીના બંને હાથ અને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ વાદળી રંગની કંચુકી પહેરેલી છે અને પાયજામ કીરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગને પરિધાન કરેલો છે. કમ્મર ઉપરનું વસ્ત્ર કાળા રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગનું છે.
ચિત્ર ૩૦ : આ ચિત્રમાંની નકીના બંને પગનાં ઓગળી જમીનને અડાડીને એકબીજાની પાછળ રાખેલાં છે, જે પાછળ ખસવાને ભાવ દર્શાવે છે. તેણીના બંને હાથ અને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ લીલા પોપટીયા રંગની કંચુકી અને પાયજામ કાળા રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગને પરિધાન કરેલા છે. કમ્મર ઉપરનું વસ્ત્ર કરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગનું છે;
ચિત્ર ૩૦ : આ ચિત્રમાંની નર્તકીનો જમણે પગ સહેજ ત્રાંસે રાખી જમીનને અડાડે છે. જ્યારે ડાબે પગ ઢીંચણથી વાળી જમણા પગના ઢીંચણને અડાડી, તળીયાના આગળના ભાગે જમીનને અડાડે છે. બંને હાથ અને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ કાળા રંગની ટીપકીવાળી લીલા પોપટી રંગની કંઠી પહેરેલી છે, અને પાયજામે કરમજી રંગની ટીપકીવાળા ગુલાબી રંગને પરિધાન કરેલ છે. કમ્મર ઉપરનું વસ્ત્ર લાલ રંગની ડીઝાઈનવાળા પીળા રંગનું છે.
દેશચારીઓને વિષે પ્રથમ બતાવેલી “રથચક્રાચારી ”માં ચતુરસ સ્થાનનો આશ્રય કરીને સંલગ્ન એવા બે પગે કહેલા છે. હવે અહીં ચતુરન્સ શબ્દથી ફુટનેટમાં બતાવેલું દેશી સ્થાનક સમજવું, પરંતુ વૈષ્ણવ સ્થાનકમાં કહેલા અંગ સંનિવેશ વિશેષ ન લેવો. કારણ કે પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ જયાં વિષય હોય ત્યાં પ્રસિદ્ધ વસ્તુ જ લેવાય છે. અહીં દેશીચારીનો વિષય હોવાથી દેશી સ્થાન લેવા એ વાત
થાય છે. બને પગને ભૂમિ સાથે સંલગ્ન રાખીને ચાલવું યા રાખવું તે લોકમાં નિસરણ કહેવાય છે. “ પરાવૃત્તતલા” વગેરેનાં લક્ષણે તો ગ્રંથથી સમજી શકાય તેવાં છે. તે તે સ્થાને ( ફુટનટમાં) કહેલાં સ્થાનેનું લક્ષણ તે લક્ષણથી જાણી લેવું.
રથચકા” વગેરે પાંત્રીશે ચારીઓનું ભૌમીપણું પ્રાયઃ ભૂતલની સાથે સંબંધ રાખતા બંને પગને લઈને જાણવું.-સં. ૨૦ ભા૦ ૨. અ૦ ૭, પાનું ૭૬૪
૧. ચતુર–ખંઘાવત સ્થાનથી ઊભા રહી બંને પગ અઢાર આંગળ દૂર રાખવામાં આવે તેને “ચતુરસ” સ્થ ન કહેવામાં આવે છે.
"Aho Shrutgyanam