Book Title: Sangit Natya Rupavali
Author(s): Vidya Sarabhai Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 124
________________ ५२ ચિત્ર રક? આ ચિત્રમાંની નર્તકીના બંને પગ જમીનથી અદ્ધર, ઢીંચણથી વાળેલા એવી રીતે રાખ્યા છે કે તે દકે મારીને ઉચેથી નીચે પડતી હોય તે ભાવ દર્શાવે છે. તેણીને જમણે હાથ અને પગની આગળ લટકતા છે. જયારે ડાબે હાથ કમ્મરની પાછળના ભાગમાં લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ લીલા રંગની કંચુકી તથા સફેદ રંગની ટીપકીવાળા વાદળી રંગને પાયજામો પરિધાન કરેલા છે કમ્મરના વચનો છેડો લાલ રંગની ડીઝાઇનવાળા પીળા રંગને છે. ચિત્ર ર૬૪ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ જમીનથી અદ્ધર અને સીધા રાખેલા છે; તથા તેણી ઉપરથી નીચે જમીન તરફ આવતી હોય તે ભાવ દર્શાવે છે. તેણીના બંને હાથ અને પડખે સીધા લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. કંચુકી સીધુરીયા લાલ રંગની પહેરેલી છે અને પાયજામ કાળા રંગની ડીઝાઇનવાળા ઘેરા લીલા રંગને પરિધાન કરે છે, કમર ઉપરના વસ્ત્રના છેડાને રંગ ચિત્ર ૨૬૩ જેવો જ છે. ચિત્ર રપ : આ ચિત્રમાંની નર્તકીના જમણા પગના તળીયાને આગળનો ભાગ જમીનને અડાડેલા અને એડીને ભાગ જમીનથી સહેજ અદ્ધર રાખે છે, જ્યારે ડાબા પગનો આગળનો ભાગ જમીનને અડાડેલો અને જમણ પગથી સહેજ નીચે રાખીને એડીને ભાગ પણ અદ્ધર રાખેલ છે. તેણુના અને હાથ અને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેમાં લીલા પોપટીયા રંગની કંચુકી પહેરેલી છે; તથા પાયજામે ફેદ રંગની ઝીણી ટીપકીદવાળી ડીઝાઈનવાળા લીલા રંગના મેટાં ટપકાં વાળા લોલ રંગને પરિધાન કરે છે. કમ્મર ઉપરના વચના બંને છેડાનો રંગ ચિત્ર ૨૬૩ જેવો જ છે. ચિત્ર ૨૬૬ : આ ચિત્રમાંની નર્તકીને જમણો પગ જમીનને અડાડીને સીધે રાખેલ છે. જયારે ડાબે પગ ઢીંચણથી વાળી જમણા પગના ઢીંચણ ઉપર મૂકી, જમણા પગની પાછળના ભાગમાં લઈ જઈ જમીનથી સહેજ અદ્ધર રાખે છે. તેણીના અને હાથ બંને પડખે સીધા લટકતા છે. શરીરને વણું સુવર્ણ છે. તેણીએ લીલા પોપટીયા રંગની કંચુકી પહેરેલી છે, અને પાયજામે સફેદ રંગની ડીઝાઈનવાળા લાલ રંગને પરિધાન કરે છે. કમ્મર ઉપરના વને છેડે ચિત્ર ૨૬૩ જેવો જ છે. ચિત્ર ૨૬૭ : પ ઉજાનચારી ૫૧ કુચિત કરીને ઉપાડેલા પગના ઘૂંટણને સ્તનની જેમ સ્થાપિત કરીને, ઉંચા કરેલા ઢીંચણવાળા બીજા પગને (નીચે મૂકીને) સ્થિર કરવામાં આવે ત્યારે “ઉધ્વજાનચારી થાય છે. આ ચિત્રમાંની નર્તકીને જમણે પગ ઢીંચણથી વાળીને જંધા સુધી ઉચા કરી, તળીયાને ભાગ ડાબા પગના ઢીંચણ તરફ થોડા અંતરે રાખેલ છે. જ્યારે ડાબે પગ જમીનથી અડાડે, સી રાખે છે. તેણીને જમણે હાથ વાળેલા જમણા ઢીંચણની પાસે આગળના ભાગમાં લટકતે રાખેલ છે. જયારે ડાબો હાથ ડાબા પડખે ડાબા પગની પાછળના ભાગમાં લટકતે રાખેલ છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણુએ સફેદ રંગની કંચુકી પહેરેલી છે; અને પાયજામો સફેદ ઝીણી ટીપકીવાળા કાળા રંગને પરિધાન કરેલા. છે. કમ્મર ઉપરના વિશ્વના છેડાને રંગ ચિત્ર ૨૬૩ જેવો છે. ચિત્ર ૨૬૮-૨૬૯ : ૬ અલાતાચરી ૫ ૧-૨ પીઠ (વાંસા) તરફ પસારેલા પગના તળીયાને, બીજા પગના સાધળની સન્મુખ કરીને (ચિત્ર ૨૬૮); તેની પાસે બીજા પગની પાની ભૂમિ ઉપર રાખવી (ચિત્ર ૨૬૯), તેને “ અલાતાચારી કહી છે. - ચિત્ર ૨૬૮ : આ ચિત્રમાંની નર્તકીને જમણે પગ ઢીંચણેથી વાળીને ડાબા પગની પાછળ રાખીને પગના આંગળાં જમીનને અડાડેલા છે અને એડીને ભાગ ઉચે રાખે છે. જ્યારે ડાબો પગ સીધે જમીનને અડેલે છે. તેણુએ કમ્મરમાંથી સહેજ જમણી તરફ વળીને જમણો હાથ લટકતે રાખેલ છે જયારે ડાબે હાથ ડાબા પગની પાછળના ભાગમાં લટકતે રાખેલ છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ લીલા પોપટીયા રંગની કંચુકી પહેરેલી છે; અને પાયજામો કાળા રંગની ડીઝાઈનવાળા પીળા રંગને પરિધાન કરેલા છે. કમ્મર ઉપરના વિશ્વના છેડાને રંગ ચિત્ર ૨૬ર જેવું જ છે. ચિત્ર ૨૬૮ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગની એડીને ભાગ જમીનને અડાડીને તથા બંને પગની પાનીને આગળનો ભાગ જમીનથી અદ્ધર રાખે છે. તેણીના બંને હાથ અને પડખે લટકતા છે. "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194