________________
ઉપયોગ : આ હસ્તનો ઉપયોગ કેશ સમાં કરવામાં, ચેરી કરવામાં, ભવામાં, માથું ખંજવાળવામાં, કેડ-રેગ નિરૂપણમાં તથા સિંહ અને વાઘ વગેરે હિંસક પ્રાણીઓ બતાવવાના ભાવમાં થાય છે.
આ ચિત્રમાંની નર્તકીને જમણે હાથ “ ઉણના મુદ્રાએ ઉંચો કરેલો છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. લીલા પિપટીયા રંગની કંચુકી પહેરેલી છે. કમ્મર ઉપરનું વસ્ત્ર કીરમજી તથા પીળા રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગનું છે. પાયજામ કાળા રંગની ડીઝાઈન વચ્ચે સફેદ અને કરમજી રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગને તેણીએ પરિધાન કરે છે. પાયજામામાં કેટલીક જગ્યાએ સેનેરી રંગની બુદ્ધિએ છે.
ચિત્ર ૧૩૦, સંદેશ-હસ્તક ૨૩. અરાલ-હસ્તની તર્જની અને અંગૂઠે જ્યારે બરાબર અગ્રભાગે અડે અને બીજી આંગળીઓ ઉપરથી નમતી રહે તથા હથેળીને મધ્યભાગ કાંઈક ઉડો રહે તેને સંદશહસ્ત કહે છે.-સં. ૨૦ અ૦ ૭, ૫૦ ૬૪૮, તેના ત્રણ પ્રકાર છે. (૧) અગ્રજ (છાતી સામે થાય તે), (૨) મુખજ (મુખ સામે થાય તે), (૩) પાર્શ્વગત (પડખે થાય તે). કથકલીમાં આ મુદ્રાને “મુકાષ્ય કહે છે.
ઉપગ : પુ૫ ગૂંથવામાં, ઘાસ, પાંદડાં, વાળ તથા સૂત્ર પકડવામાં, કારીગરીવાળા પદાર્થ પકડવામાં તથા વા-ખેંચમાં “અગ્રજ' અને ડીંટાથી પુષ્પ ચૂંટવામાં, ચિંતા બતાવવામાં, નળી વગેરે ભરવામાં, ધિક્કાર-વચન કહેવામાં તથા કેધ વગેરે દર્શાવવામાં ‘મુખજીને ઉપર કરવામાં આવે છે.
યજ્ઞ, પર્વત ઉપાડવા, વિધવું, બાણું સંધાન કરવું, યોગ, ધ્યાન વગેરે ભાવ બતાવવામાં ‘બે સંદેશ હસ્ત’ને ઉપગ કરો.
કમળ, નિંદા, ઇષ તથા દેષ-વચન વગેરે ભાવે ડાબા હાથને ‘પાગત-સંશ' કરી તેનો અસ્ત્રભાગ કંઈક પહોળા કરી બતાવ.
ચિત્ર ઢાંકવું, નેત્ર આંજવાં, તર્ક કર, કવિતાની રચના કરવી, નવા અંકુરા ગૂંથવા તથા વાળ દાબવા વગેરે ભાવમાં સ્ત્રીઓએ “સંદશ-હસ્ત”ને અભિનય કરો.
આ ચિત્રમાંની નર્તકીનો ડાબો હાથ “સંદેશ” મુદ્રાએ ઉંચા રાખે છે. શરીરનો વર્ણ કમળના ફૂલ જેવો આછો ગુલાબી છે. લાલ ટપકીવાળી કેસરી રંગની કંચુકી પહેરેલી છે. કમ્મર ઉપરનું વસ્ત્ર પણ તે જ રંગનું છે. કાળા રંગની ડીઝાઈનવાળા ધેરા લીલા રંગના પાયજામે તેણુએ પરિધાન કરેલ છે. પાયજામીના બંને છેડે સોનેરી માળીયા ચાઢેલા છે.
ચિત્ર ૧૩. તામ્રચૂડ-હસ્તક ર૪, “ભ્રમર-હસ્તની કનિષ્ઠિકા અને અનામિકા આંગળીને હથેલીમાં રાખવામાં આવે (તથા મધ્યમાને ઊંચી રાખવામાં આવે છે તેને “તામ્રચૂડ-હસ્ત' કહે છે–સંહ ર૦ અ૭ ૭, પૃ. ૬૪૮
ઉપગ : આ અભિનય સે, હજાર, લાખની સંખ્યા અને તેનું વગેરે બતાવવું હોય ત્યારે વપરાય છે. પાણીના છાંટા તથા અગ્નિના તણખા બતાવવા હોય ત્યારે “તામ્રચૂડ-હસ્તની દાબેલી આંગળીઓ એકદમ છોડી ઊંચી કરી બતાવવી.
આ ચિત્રમાંની નર્તકીને જમણે હાથ તામ્રચૂડ મુદ્રાએ ઉંચે કરે છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. વાદળી રંગની કંચુકી પહેરેલી છે. કમર ઉપરનું વસ્ત્ર કીરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગનું છે. તેણીએ કાળા રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગના પાયજામે પરિધાન કરેલો છે. સંયુક્ત મૂળ-મુદ્રાએ :
બે હાથના સંગ કે સહકારથી રચાતી મુદ્રાને “સંયુક્ત-હસ્ત કે “ સંયુક્ત-મુદ્રા કહે છે. અસંયુક્ત મૂળ-મુદ્રાને જો નૃત્યભાષાના મૂળાક્ષરે તરીકે ઓળખાવીએ, તે સંયુક્ત મૂળ-મુદ્રાને તેના જોડાક્ષર તરીકે ઓળખાવી શકાય. “ભરત નાટ્યશાસ્ત્ર અનુસાર આવી સંયુક્ત-મુદ્રાઓ તેર છે. તે આ પ્રમાશે :
"Aho Shrutgyanam