________________
૨૯
ચિત્ર ૧૧, અવહિથ-હસ્તક ૩૪ છાતીની સામે અધમુખ રાખેલા, અને શુક/ડ-હસ્તને ધીમે ધીમે નીચે લાવવા, તેને “અવહિથહસ્ત કહે છે.-સં૦ ૨૦ અ૦ ૭, ૫૦ પર.
ઉપયોગ : આ હાથ દુર્બળતા, ઉત્સુકતા, નિસાસા, તથા શરીરનું બતાવવું વગેરેમાં જાય છે.
આ ચિત્રની નર્તકીના બંને હાથ અવહિથ’ મુદ્રાએ રાખેલા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણીએ લીલા પિપટીયા રંગની કંચુકી, કરમજી રંગની ડીઝાઇનવા ગુલાબી રંગનું કટિવ તથા કાળા રંગની ડીઝાઇનવાળા ઘેરા પીળા રંગને પાયજામો પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૪ર, નિષધ-હસ્તક રૂપ * કપિત્થ-હસ્તની સાથે જયારે “મુકુલ-હસ્તનું વહન કરવામાં આવે, ત્યારે “નિષધ-હરત? થાય છે-સં૦ ૨૦ અ૦ ૭, ૫૦ ૬૫ર,
ઉપયોગ : આ હાથથી શાસ્ત્રાર્થ, સંગ્રહ કર, કબૂલાત કરવી, સંબંધ કર, સત્ય-વચન બેલિવું વગેરે ભાવ બતાવાય છે.
આ ચિત્રની નર્તકીના બંને હાથ “નિષધ મુદ્રાએ રાખેલા છે. શરીરને વણું ગુલાબી છે. તેણીએ ઘેરા લીલા રંગની કંચુકી, સફેદ રંગની ડીઝાઈનવાળા લીલા પિપટીયા રંગનું કટિવસ્ત્ર તથા લાલ રંગની ડિઝાઈનવાળે કેસરી રંગનો પાયજામે પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૪૩. મકર-હસ્તક ૩૬ અને “પતાક' હરસ્તના અંગૂઠા ઉંચા કરીને ઉંધા રાખવા અને ઉપર ઉપર રાખવા તેને “મકરહસ્ત કહે છે.-સંe ૨૦ અ૦ ૭, પૃ૦ ૬પ૨.
ઉપયોગ : આ હાથથી સિંહ, વાઘ, ચિત્તો, નેળીયા, મગર તથા મોટી માછલાં વગેરે માંસાહારી અણુએ દર્શાવાયું છે.
આ ચિત્રની નર્તકીના બંને હાથ મકરમુદ્રાએ રાખેલા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણીએ ઘેરા લાલ રંગની કંચુકી, કરમજી રંગની ડીઝાઈનવાળું ગુલાબી રંગનું કટિમ તથા સફેદ રંગની ડીઝાઈનવાળ લીલા પિપટીયા રંગને પાયજામે પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૪૮, વર્ધમાન-હસ્તક ૩૩ દ હુસપક્ષ-હસ્તને ઉલટા કરીને, સ્વસ્તિકાકારે રાખવાથી વધમાન-હસ્ત થાય છે-સં. ૨૦ અ૦ ૭, પૃ૦ ૬૫ર,
ઉપયોગ : આ હાથ બારણું ઉઘાડવામાં તથા વક્ષસ્થલનું વિદારણ કરવામાં યોજાય છે.
આ ચિત્રની નર્તકીના બંને હાથ વધમાન મુદ્રાએ રાખેલા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણીએ ઘેરા લાલ રંગની કંચુકી, સફેદ રંગની ડીઝાઈનવાળા લીલા પાટીયા રંગનું કટિવસ્ત્ર તથા કરમજી રંગની ડિઝાઈનવાળા ગુલાબી રંગનો પાયજામે પરિધાન કરેલ છે. નુતહસ્ત :
નૃત્તનાં જુદાં જુદાં ચલને તથા શારીરિક સ્થિતિઓ (Poses)માં શૈભાના હેતુથી સુંદરતા લાવવા માટે જે આકર્ષક હસ્ત-રચના કરવામાં આવે છે તેને “નુત્ત-હસ્ત' કહે છે. સંયુક્ત તથા અસંયુક્તમુદ્દાઓની પેઠે આ નૃત્ત-હર્ત પણ હાથની જ જુદી જુદી રચનાઓ છે, પણ તે કઈ અર્થ કે ભાવ દર્શાવવામાં પ્રજાતા નથી, પરંતુ માત્ર અંગભંગી કે લાવયના હેતુથી જ જાય છે. તે અંગ રચનાની અપેક્ષાએ સમતોલપણુ (Balance)ના સિદ્ધાંત ઉપર રચાય છે, કારણ કે સુંદરતા સમતોલપણામાં જ સમાએલી છે.
"Aho Shrutgyanam