________________
૧૮
ચિત્ર ૪૪ : કંપિત તાન (ડાબી બાજુ) આકપિત તાન (જમણી બાજુ). ચિત્ર ૫૩ઃ અંચિત તાન (ડાબી બાજુ નિહંચિત તાન (જમણું બ.જો. ચિત્ર ૬૨ : પરાવૃત્ત તાન (ડાબી બાજુ) ઉસ્લિમ તાન (જમણી બાજુ). ચિત્ર ૬૭ : તિર્યગાજત તાન (ડાબી બાજુ ધાનત તાન (જમણી બાજુ). ચિત્ર ૭૬: ધુત તાન, ચિત્ર ૭ : વિધુત તાન. ચિત્ર હ૮ : આધૂત તાન, ચિત્ર હ૯ : અવધૂત તાન. ચિત્ર ૮૦ : દ્વાહિત તાન, ચિત્ર ૮૧ : પરિવાહિત તાન. ચિત્ર ૮૨ : અધોમુખ તાન. અને ચિત્ર ૮૩ : લલિત તાન.
પ્રસ્તુત ગ્રંથમાં આ શિરે ભેદનું વર્ણન પણ સાથે સાથે આપવામાં આવેલ છે. વિસ્તારથી જાણવાની ઈરછાવાળાએ ત્યાંથી જોઈ લેવું.
નૃત્યમાં જુદા સાર્થો દર્શાવવા માટે હાથના અમુક પ્રકારના સંકેતોનો ઉપયોગ કરવામાં આવે છે, તેને મુદ્રા' કહે છે. નૃત્યાભિનયમાં કદી વાણીને ઉોગ કરવામાં આવતો નથી, પણ દરેક વસ્તુ વાણીને બદલે મુદ્રાઓ વડે દર્શાવવામાં આવે છે. આમ “મુદ્રા” એ વાણીની ગરજ સારતી હૈઈ તેને નૃત્યવાણી અથવા નૃત્યની ભાષા તરીકે ઓળખાવી શકાય.
મદ્રાએ બે પ્રકારની છે : મૂળ (Basic) મુદ્રા અને નૃત્ત-હસ્ત. મૂળ મુદ્રા : મૂળ મુદ્રા એ નૃત્યની ભાષાના મૂળાક્ષરે છે. જેમ કે એક અક્ષરને ખાસ કશો અર્થ થતો નથી, પણ એકથી વધુ અક્ષરને ભેગા કરવાથી જ કંઇક અર્થવાળા શબ્દ બને છે, તેમ એકલી મૂળ મુદ્રાઓને પણું કશે અર્થ થતો નથી તે તો માત્ર નૃત્ય-ભાષાની બારાખડી જ છે. પરંતુ આ મુદ્રાઓના સમૂહના અમુક હલનચલનથી તેમાંથી જુદાજુદા અનેક અર્થોની મુદ્રાઓ નીકળે છે.
મૂળ મુદ્રા વળી બે જાતની છે : “અસંયુક્ત” અને “સંયુક્ત'. એનાં નામ અને લક્ષણે આગળ જોઈશું.
મુકાઓ-નૃત્યની ભાષા : જેમ આપણે રોજિંદા વ્યવહારમાં આપણા મનના સૂક્ષમ ભાવે તયા વિચારો વાણી વડે વ્યકત કરીએ છીએ, તેમ નૃત્યમાં તે હાથના સાંકેતિક હલનચલનથી વ્યક્ત કરવામાં આવે છે. આનું કારણ એ છે કે નૃત્યમાં વાણીને રજમાત્ર ઉપયોગ કરવાનો હેતો નથી. નૃત્યમાં થતા હાથના એ સંકેતને “મુદ્રા' કહેવામાં આવે છે, એ આપણા ભારતીય નૃત્યશાસ્ત્રની ખાસ વિશેષતા ગણાય છે. આ મુદ્રાઓના બે પ્રકાર છે: (૧) “મૂળ મુદ્રા' (તેના પણ બે પ્રકાર છે : અસંમુક્ત અને સંયુક્ત). અને (૨) “વૃત્તહસ્ત મુદ્રા'. આ મૂળ મુદ્રાએ નૃત્યને લગતાં વિવિધ શાસ્ત્રોમાં ભિન્નભિન્ન રીતે આપેલી છે પણ તે સો માં આજથી બે હજાર વર્ષથી પ્રાચીન કાળથી હિંદમાં આધારભૂત અને “પાંચમવેદ' સમ ગણાયેલ
ભરત નાટ્યશાસ્ત્રની મુદ્રાઓ પ્રમાણભૂત મનાય છે. નૃત્યની પરિભાષા સમજવા ઈચ્છનારે “સંયુક્ત મૂળ મુદ્રા' રૂપી તેના આ ૨૪ મુળાક્ષરે સારી પેઠે ઘૂંટવા આવશ્યક છે.
અસંયુક્ત મુદ્રા : એક જ હાથથી કરવામાં આવતી મુદ્રાને “અસંયુક્ત મુદ્રા' કહે છે. નાટયશાસ્ત્ર પ્રમાણે તેમની સંખ્યા ચોવીસ છે. તે આ પ્રમાણે
(1) પતાક, (૨) ત્રિપતાક, (૩) કરીમુખ, (૪) અધચંદ્ર, (૫) અરાલ, (૬) મુષ્ટિકા, () શિખર, (૮) કપિથ, (૯) ખટકામુખ, (૧૦) શકતુંડ, (૧૧) કાંગુલ, (૧૨) પાકેશ, (૧૩) અલપત્ર (અલપહલવ કે ઉ૫લ૫૬), (૧૪) સૂચીમુખ (સૂઆસ્થમ્), (૧૫) સર્પશીર્ષ, (૧૬) મૃગશીર્ષ, (૧૭) ચતુર, (૧૮) હંસમુખ, (૧૯) હંસપક્ષ, (૨૦) ભ્રમર, (૨૧) મુકુલ, (૨૨) ઉર્ણનાભ, (૨૩) સંશ, (૨૪) તામસૂડ. આ નામે વિષે વિવિધ શાસ્ત્રોમાં ઘણું મતભેદ જોવામાં આવે છે, એટલું જ નહિ પણ કેટલીકવાર તો એક જ શાસ્ત્રની જુદી જુદી પ્રત વચ્ચે પણ ધેડીક ભિન્નતા જોવામાં આવે છે. દા. ત. નાથશાસ્ત્રની કેટલીક પ્રતોમાં સૂચીમુખને બદલે સૂચ્ચાસ્ય, કાંગુલને બદલે લાંગુલ અને અલપઝ્મને બદલે અલ૫૯લવ કે ઉત્પલપદ નામે પણ જોવામાં આવે છે.
કથકલી નૃત્યની પણ મૂળ મુદ્રાઓ રોવીસ જ છે. પણ તેમાં મુદ્રાખ્યમ્, કટકમ, અંજલિ, મુકુરમુ, અને પલવ, આ પાંચ નામો ભરતનાટયશાસ્ત્રથી જુદાં પડે છે. બાકીની અઢ.૨ મુદ્રાઓનાં
"Aho Shrutgyanam"