________________
નામે તે એકસરખાં જ છે. પરંતુ તેમાંની કેટલીક મુદ્રાઓ રચનામાં જુદી પડે છે. ખાર મુદ્રાઓ રચનામાં સરખી હોવા છતાં તેમના નામમાં હેરફેર છે. જેમકે, કથકલીમાં પતાક” અને પિતામ્ બને મુદ્રાઓ છે. પરંતુ તેમાં પતાક એ વિપતાક ને નામે અને ત્રિપતામ્ પતાકને નામે પ્રચલિત છે. એ જ પ્રમાણે અર્ધચન્દ્રમ્ તેમ જ મૃગશીર્ષમ્ એ બંને નામ કથકલી મુદ્રામાં છે; પરંતુ રચનામાં તે નાટથશાસ્ત્રની તે તે મુદ્રાઓથી જુદી પડે છે. માત્ર મુષ્ટિ, સર્પશીર્ષમ્, હસમુખ, મુકુલમ્ અને ઉષ્ણુનાભ એટલી મુદ્રાઓનાં નામ તેમજ રચના કથકલી તથા ભરત નાટયશાસ્ત્રમાં એક સરખાં છે.
ચિત્ર ૧૦૮, પતાક-હસ્તક ૧ હાથની સર્વ આંગળીઓ સરખી લાંબી કરીને અંગૂઠ હથેળીમાં તર્જનીના મૂળમાં વાંકે રખાય તેને પતાક નામને અભિનય કહે છે.-સં૦ ૨૦ અ ૬, પૃ. ૬૪૦. ક લીમાં તે ‘ત્રિપાક કહેવાય છે.
ઉપગ : આ પતાક પ્રહારમાં, તપાવવામાં, પ્રેરવામાં, હર્ષ માં અને ગર્વમાં લલાટથી નીચે જતા બતાવ.
બને પતાક હાથની આંગળીઓ છૂટી છૂટી રાખીને હલાવવાથી અગ્નિ, વરસાદની ધારા અને પુષ્પની વૃષ્ટિ બતાવી શકાય છે,
બંને પતાક-હસ્તને નીચે સ્વસ્તિક કરી તેને છૂટા પાડવાથી ઢાંકેલું, ઉઘા, રક્ષણ કરેલું, સંતાડેલું અને ગુપ્ત રાખેલું બતાવી શકાય છે.
બંને પતાક-હસ્તની હથેળી નીચી રાખી તેની આંગળીઓ ઉંચી નીચી હલાલવવાથી વાયુ, તરંગ, વેગ તથા કાંઠાનું પાણું અથડાતું હોય તેવાં દૃશ્ય દર્શાવી શકાય છે.
બંને પતાક-હરતની હથેળીઓ ઘસવાથી એલું, કચરેલું, વાટેલું તેમ જ પર્વતને ઉપાડવું તથા ઉખેડવું વગેરે દશ્ય દર્શાવી શકાય છે.
અને પતાક-હસ્તને હલાવવાથી પક્ષીને ઉડવાની, હાથીની સૂંઢને હલાવવાની, ઉત્સાહ બતાવવાની કિયાઓ તથા માટે માણસ વગેરે દર્શાવી શકાય છે.
આ હસ્ત સામાન્ય રીતે પ્રાચીન મૂર્તિઓમાં “અભય-મુદ્રા'રૂપે યોજાયેલ જોવામાં આવે છે. આ હસ્તના સર્જક તરીકે શાસ્ત્રમાં બ્રહ્માને બતાવ્યા છે.
આ પતાકહસ્ત સ્ત્રી અને પુરુષ બંનેના અભિનય માટે છે. * આ ચિત્રમાંની નર્તકીને ડાબો હાથ પતાક મુદ્રાએ ઉચે કરેલો છે. તેના શરીરને વર્ણ સુવર્ણ છે. કંચુકી પિટીયા રંગની છે. કમ્મર ઉપર બાંધેલા ઘેરા લીલા રંગના વસ્ત્રમાં લાલ રંગની ટીપકીએવાળી કાળા રંગની ડીઝાઈન છે. પાયજામાને રંગ ગુલાબી છે, જેમાં આસમાની રંગની ટીપકીઓવાળી કરમજી રંગની ડીઝાઇન છે.
ચિત્ર ૧૯. ત્રિપતાક-હસ્તક છે. પતાક-હુરતની અનામિકા આંગળી વાંકી કરવાથી ‘ત્રિપતા-હસ્ત’ બને છે.-સં૦ ૨૦ અ૦ ૭, ૫૦ ૬૪૦. કથકલીમાં તે પતાક કહેવાય છે.
ઉપયોગ : ત્રિપાક હાથને સ્વસ્તિક કરવાથી ગુરુનું પાદ-વંદન દર્શાવી શકાય છે. તે જ હાથ રાજીના દર્શનમાં ધ્રુજતાં જુદા બતાવવા. ઘર દર્શાવવા ત્રાંસા સ્વસ્તિક કરી બતાવવા.
વિપતા-હસ્તથી બોલાવવું, ઉતારવું, રજા આપવી, ધારણ કરવું. પ્રવેશ કર, ઉંચું કરવું, બતવવું, વિવિધ વચન, દહીં વગેરે મંગલ દ્રવ્યનો સ્પર્શ, માથે પાઘડી મૂકવી અથવા મુકુટ મૂકો, નાક, મુખ અને કાન વગેરે ઢાંકવું તથા ખેતરવું વગેરે અર્થો બતાવાય છે.
"Aho Shrutgyanam