________________
૨૨
આ ચિત્રમાંની નર્તકીને જમણા હાથ “કપિથ મુદ્રાએ રાખેલ છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. કમ્મર ઉપરના વસ્ત્રને તથા પાયજામાને રંગ ચિત્ર ૧૧૨ ના જેવો જ છે.
ચિત્ર ૧૧૬. ખટકમુખ-હસ્તક ૯, અનામિકા અને કનિષ્ઠિકા (હાથની છેલ્લી બે આંગળીઓ) ઉંચી, થેડી વાંકી તેમ જ છૂટી રાખવી તેને “ ખટકામુખ-હસ્ત” કહે છે.- સં ૨૦ અર ૭, પુર ૬૪૪ કથકલીમાં આ મુદ્રાને
ઉપગ : “ખેટકમુખ-હસ્તથી હેમમાં હેમવાના દ્રવ્યો, છત્ર, રાશનું ખેંચવું, વીંઝ, પંખા, દર્પણ, કાપવું, વાટવું, લાંબા દંડ પકડ, મેતીની સેરે એકઠી પકડવી, ફૂલ ચૂંટવાં, ફૂલની માળા પકડવી, વસ્ત્રનાં છેડા પકડવા, વવવું, બાણું ખેંચવું, ચાબુક પકડવી, અંકુશ તથા દેરીનું ખેંચવું અને સ્ત્રીનું દર્શન વગેરે ભાવે દર્શાવી શકાય છે.
આ ચિત્રમાંની નર્તકીને ડાબો હાથ ખટકામુખ મુદ્રાએ ઉચે કરેલો છે. શરીરને વર્ણ સુવર્ણ છે. કંચુકી લીલાપોપટીયા રંગની છે. કમ્મર ઉપરના વસ્ત્રને તથા પાયજામાને રંગ ચિત્ર ૧૧૨ ના જેવો જ છે.
ચિત્ર ૧૧૭, શુકdડ-હસ્તક ૧૦, અરાલ-હસ્ત'ની તર્જની તથા અનામિકા (આંગળી)ને જ્યારે ખૂબ વાંકી કરવામાં આવે ત્યારે તેને “શુકતું-હસ્ત' કહે છે.–સં. ૨૦ અ૦ ૭, પૃ. ૬૪૪ કથકલીમાં તે જુદી રીતે થાય છે.
ઉપયોગ : હું નહિ, તું નહિ, કરવા ચે.ગ્ય નથી વગેરે ભાવો દર્શાવવામાં તેમ જ બોલાવવું, ત્યાગ કરવો અને ધિક્કાર છે એવા વચન પ્રયોગોમાં આ હુતને ઉપયોગ થાય છે.
આ ચિત્રમાંની નર્તકીનો જમણો હાથ “શુકતુંડ મુદ્રાએ રાખેલ છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. કંચુકી સોનેરી રંગની છે. કમ્મર ઉપરનાં વસ્ત્રને તથા પાયજામાને રંગ ચિત્ર ૧૧૨ ના જેવું જ છે.
ચિત્ર ૧૧૮. કાંગુલ-હસ્તક ૧૧. ચિત્રમાં “લાંગુલ-હસ્તક લખેલું છે, જે તેનું બીજું નામ છે.
મધ્યમાં, તર્જની અને અંગૂઠે, એ ત્રણને ત્રેતાગ્નિની માફક ઉંચા રાખી અનામિકા વાંકી રાખવી તથા કનિષ્ઠિકાને ઉંચી રાખવી તેને “કાંગુલ-હસ્તક કહે છે.-સં૦ ૨૦ અ૦ ૭, પૃ. ૬૪૪
ઉપગ : સેપારી વગેરે નાના નાના ફળોનું નિરૂપણ, વિવિધ પ્રકારનાં નાના કાર્યો તથા કોધથી કહેવાતાં સ્ત્રીનાં વચનો દર્શાવવામાં ‘કાંગુલ-હુસ્ત 'ને ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ સ્ત્રીનાં ક્રોધ વચનમાં આંગળીઓ ખંખેરતી દર્શાવવી જોઈએ.
વળી, મરકત મણિ, વૈડૂર્ય મણિ તથા આ વસ્તુ એક રૂપિયાભાર લેવી વગેરે ભાવે બતાવવા માટે પણ આ હસ્તને ઉપયોગ કર.
આ ચિત્રમાંની નદીને ડાબે હાથ ‘કાંગુલ’ મુદ્રાએ ખેલે છે. શરીરને વર્ણ સુવર્ણ છે. કંચુકી લાલ સીધુરીયા રંગની છે. કમર ઉપરનું વસ્ત્ર કિરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગનું છે. તેના છેડા સફેદ રંગની ડીઝાઈનવાળા કાળા રંગના છે. તેણીએ કાળા રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગને પાયજામે પરિધાન કરે છે,
ચિત્ર ૧૧૯ પાકેશ-હસ્તક ૧૨. જેમાં આંગળી અને અંગુઠાના વિરલ અગ્રભાગા ધનુષની માફક છૂટાછૂટા નમેલા હોય, તેને પકેશ-હસ્તક” કહે છે. તેનો ઉપયોગ દેવપૂજનમાં તથા બલિદાનમાં કર.-સં. ૨૦ અ૦ ૭, ૫૦ ૬૪૪
ઉપયોગ : બીરું, કઠું વગેરે ફળો, કુમુદ વગેરે ફૂલે, ફૂલોને ગુર છે વગેરે પકડવામાં તથા સ્ત્રીઓનાં સ્તન બતાવવામાં અને વરંતુ પકડવામાં આ હસ્તની આંગળીઓનાં અગ્રભાગ કાંઇક પકડતાં હોઈએ તેમ દર્શાવવા.
"Aho Shrutgyanam