________________
૨૩
આ ચિત્રમાંની નર્તકીનો જમણે હાથ પઘકેશ” મુદ્રાએ ઉચા કરે છે. શરીરને વર્ણ લીલો કરી લે છે. કંચુકી તથા કમ્મર ઉપરના વસ્ત્રનો રંગ ગુલાબી છે, જેમાં કીરમજી રંગની ડીઝાઈન છે, કમ્મર ઉપર વસ્ત્રના છેડા સફેદ રંગની ડીઝાઈનવાળા કાળા રંગના છે. તેણીએ કાળા રંગની ચોકડીની ડિઝાઇનવાળા કેસરી રંગનો પાયજામો પરિધાન કરે છે.
ચિત્ર ૧૨૦. અલપદ્મ (અલપલ્લવી-હસ્તક ૧૩. હાથની આંગળીઓ હથેળીમાં વળેલી હોય અને પાછળના તેમ જ પડખાનાં ભાગમાં ખુલ્લી હેયા એટલે એક બીજાને અડેલી ન હોય તેને “ અલપદ્મ-હસ્ત' કહે છે.-સં ૨૦ અ૦ ૭, ૫૦ ૬૪પ.
ઉપયોગ : અલપ-હસ્ત’ નિષેધ કરવામાં તથા શૂન્ય વચનોમાં અને પૂર્ણ ખીલેલું કમળ, અબડો વગેરે ભાવો દર્શાવવામાં વપરાય છે.
વળી, સ્ત્રીઓએ પિતાને આત્મ-ભાવ બતાવવો હોય ત્યારે આ હસ્ત વપરાય છે.
આ ચિત્રમાંની નર્તકીને ડાબો હાથ “ અલખધ મુદ્રાઓ રજૂ કરેલા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. કંચુકી લીલા પિપટીયા રંગની છે. કમર ઉપરનું વસ્ત્ર સફેદ તથા કરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગનું છે. તેણુએ કાળા રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગને પાયજામ પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૨૨ સૂચીમુખ-હસ્તક ૧૪ ખેટકમુખ-હસ્ત’ની તર્જની આંગળીઓ ઉંચી પસારવાથી “સૂચીમુખ-હસ્ત' થાય છે.-સં૦ ૨૦ અ૦ ૩, ૫૦ ૬૪પ. કથકલીમાં આ હસ્ત જુદી રીતે છે.
ઉપગ : સૂચીમુખ-હસ્તથી ઉંચુ, ચંચલ, પ્રજવું, બગાસું ખાવું, પરણેલું, ગર્વ, ચ, વીજળી, પતાકા, માંજર, કાનનું ઘરેણું, વાંકી ચાલ વગેરે ભાવ દર્શાવી છે.
વળી, નાને સર્પ, દીવે, લતા, મિરની કલગી, પડવું, વાંકુ ફરવું વગેરે ભાવ તર્જની (આંગળી) ઉંચી જાવીને દર્શાવવા. ઉચે તારા, નાક, એક સંખ્યા, દંડ અને લાકડી પણ આ જ હસ્તથી દર્શાવાય છે.
મુખ પાસે તર્જની આંગળી) નમતી રાખીને વરાહ વગેરે દાઢવાળાં પ્રાણી, ગોળ ચક્કર ફરવું તથા સર્વ જગતની વસ્તુઓ પણ આ હસ્તથી દર્શાવી શકાય છે. વાકય નિરૂપણમાં તર્જની મુખ પાસે વાંકી રાખવી, બગાસું ખાવામાં કાન પાસે વાંકી રાખવી, “તે આમ કહે છે ” એમ દર્શાવવામાં તર્જની લાંબી રાખી બજાવવી. તેમ જ કોધ કરવામાં તથા પરસે લૂછવામાં, કેશ, કુંડલ તથા બાજુ વગેરે ભાવ દર્શાવવામાં પણ તર્જની લાંબી રાખી પ્રજાવવી. “ આ કેણુ છે ? ” એમ પૂછવું અને કાન ખંજવાળ વગેરે ભાવ દર્શાવવામાં કપાળ પાસે તર્જની રાખવી.
સ:ગ બતાવવો હોય ત્યાં બંને તર્જની ભેગી કરવી અને વિયાગ બતાવ હોય ત્યાં બંનેને છૂટી રાખવી. કજિયો દર્શાવવામાં બંને તર્જની સ્વસ્તિક કરવી. બંધનમાં બંને આંગળીઓ પરસ્પર દાબવી.
દિવસના અંત ભાગ (સાંજ) બતાવ હોય ત્યારે બંને તર્જનીને પોતાની સન્મુખ રાખીને જમણા પડખાથી ડાબા પડખા સુધી લઈ જવી. રાત્રિને અંતભાગ (સવાર) બતાવવું હોય ત્યારે બંને તર્જનીને પરાક્ષુખ રાખી જમણા પડખાથી ડાબા પડખા સુધી લઈ જવી. બંને તર્જની વડે સંપૂર્ણ ચંદ્રમંડળ દર્શાવવું.
આ ચિત્રમાંની નર્તકીને જમણે હાથ “સૂચીમુખ મુદ્રાએ રજૂ કરેલ છે. શરીરને વર્ણ સુવર્ણ છે. કંચુકી કાળા રંગની છે. કમર ઉપરના વસ્ત્રને તથા પાયજામાને રંગ તથા ડીઝાઈન ચિત્ર ૧૨૦ જેવા જ છે,
ચિત્ર ૧૨. સર્પશીર્ષ-હસ્તક ૧૫. પતાક-હસ્તને (હળીના મધ્યભાગમાં નમે રાખવામાં આવે તેને “સર્પશીષ હસ્ત' કહે છે. -સં૦ ૨૦ અ ૭, પુર ૬૪પ.
સ્પષ્ટીકરણ: હાથની બધી આંગળીઓ તથા અંગૂઠા સરખા પાસે પાસે રાખી હથેળીમાં પાણી રાખ્યું હોય તેવી રીતે હથેળીને જરા નીચી રાખી હોય તેને “સશીષ–હસ્ત' કહે છે. વળી, અંગૂઠા
"Aho Shrutgyanam