________________
સાથે સર્વ આંગળીઓ સપની ફણાની માફક વળેલી હોય તેને શું “સંપશીષ-હસ્ત’ કઠે છે, નાટયશાસ.
ઉપયોગ : પાણીની અંજલિ આપવામાં, સપની ચાલ બતાવવામાં, પાણી સીંચવામાં, ખભા બિડવામાં તથા હાથીના કુંભસ્થલ થાબડવામાં “ સસ્પેશીષ-હસ્તમ ઉપયેાગ કરવામાં આવે છે.
આ ચિત્રમાંની નર્તકીના ડાબો હાથ “સપરીષમુદ્રાએ રજૂ કરેલો છે. શરીરનો વર્ણ સુવર્ણ છે, કંચુકી સોનેરી રંગની છે. કમર ઉપરનું વસ્ત્ર કીરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગનું છે. તેણીએ કાળા રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગને પાયજામે પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૨૩. મૃગશીર્ષ-હસ્તક ૧૬. સપરીષહસ્ત (અંગુઠે તથા કનિષ્ઠિકા આંગળી)ને ઉચે રાખી બાકીની ત્રણ આંગળીઓના અગ્રભાગ નીચા રાખવા તેને “ મૃગશીષ-હસ્ત' કહે છે.-સં૦ ૨૦ અ૦ ૭, પૃ૦ ૬૪૬, કથકલીમાં તેની રચના જુદી છે.
ઉપયોગ : આ અભિનય અધિક લાડ લડાવવામાં, પાસા નાંખવામાં, તથા પરસેવે લૂછવામાં બતાવાય છે. સ્ત્રીઓની કુમિત ચેષ્ટાઓમાં “મૃગશીર્ષ-હસ્ત ને ધ્રુજાવવામાં આવે છે.
આ ચિત્રમાંની નર્તકીને જમણા હાથ “મૃગશીર્ષ' મુદ્રાએ રજૂ કરે છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ લીલા પિપટીયા રંગની કંચુકી પહેરેલી છે. કમ્મર ઉપરનું વસ્ત્ર કાળા રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગનું છે. તેણીએ કીર મજી રંગની ડીઝાઇનવાળા ગુલાબી રંગને પાયજામા પરિધાન કરેલા છે.
ચિત્ર ૧૨૪. ચતુર-હસ્તક ૧૭. જમાં કનિષ્ઠા (ટચલી) આંગળીને ઉંચી રાખવામાં આવે અને મધ્યમાં આંગળીના વચલા ટેરવાના મધ્યભાગે અંગૂઠો રાખવામાં આવે તેને “ચતુર-હસ્ત” કહે છે.-સં૦ ૨૦ અ૦ ૭, પૃ. ૬૪૬.
ઉપયોગ : આ અભિનય નીતિ, વિનય, નિયમ, નિપુણતા, બાળક, રેગી, સત્વ અને કપટ વગેરે ભામાં તથા પુત્ર, કમલ અને શાંતિમાં દર્શાવાય છે.
વળી, ઢાંકેલું, ઉઘાડું, રચેલું, વિચારેલું, લજ્જા પામવી, નેત્ર-સાસ્ય, કમળની પાંખડી, કાન, વગેરે ભાવે આ જ અભિનયના એક અથવા બે હસ્તથી દર્શાવાય છે. તેમાં હાથની આંગળીઓ કંઈક ગળાકારે રાખવી.
કીડા, પ્યાર, સ્મરણ, બુદ્ધિ, તકરાર, ક્ષમા, પુષ્ટિ, નામ, સ્નેહ, વિચાર, નિત્ય, શૌચ, ચતુરાઈ, મધુરતા, ડહાપણ, મૃદુતા, સુખ, સ્વભાવ, પ્રશ્ન, વાતની યુક્તિ, વેશ, ડું, વિભવ, ગરીબાઈ, સંગ, ગુણ, અવગુણું, યૌવન, સ્ત્રી તથા જુદી જુદી જાતના વર્ષો વગેરે આ અભિયનયથી જ દર્શાવાય છે.
ધાણે વર્ગ બતાવ હેાય તે હાથ ઉંચો રાખ, લાલ તથા પોળો વર્ણ બતાવ હોય તો હાથથી. કુંડાળું કરવું, કાળો વર્ણ બતાવો હેાય તો બે હાથ ઘસવા.
આ ચિત્રમાંની નર્તકીને ડાબા હાથ “ચતુર મુદ્રાએ રજૂ કરે છે. શરીરને વણ સુવર્ણ છે. લીલા પિોપટીયા રંગની કંચુકી પહેરેલી છે. કમ્મર ઉપરનું વસ્ત્ર કાળા રંગની ડીઝાઇનવાળા ઘેરા લીલા રંગનું છે. વસ્ત્રને છેડે કાળા રંગને લાલ રંગની ટીપકીવાળા છે. તેણીએ કરમજી રંગની ડીઝાઈન તથા વાદળી રંગની ટીપકીવાળા ગુલાબી રંગને પાયજામે પરિધાન કરે છે.
ચિત્ર ૧૨૫, હસમુખ-હસ્તક ૧૮, તર્જની, મધ્યમ અને અંગૂઠો એ ક તગ્રિની જેમ સંલગ્ન કરવામાં આવે અને બાકીની બે આંગળીઓ છૂટી છૂટી ઉંચી રાખવી તેને “હસમુખ હસ્ત” કહે છે.-સં૦ ૨૦ અ૦ ૭, પૃ૦ ૬૪૬
ઉપયોગ : આ અભિનયથી સૂક્ષ્મ, લીસું, ઢીલું, સુંદર, નાજુક, અપ, હલકું, મહત્વ વિનાનું તથા કમળ વગેરે ભાવે બતાવાય છે.
"Aho Shrutgyanam