________________
ચિત્ર ૪૩. ૧૫. ચંદ્રાવતી મૂછના ચંદ્રાવતી મૂઈનાના શરીરને સુવર્ણ વર્ણ છે. બંને હાથે વાંસળી પકડેલી છે, જેની નીચેના ભાગમાં ફૂમતું લટકતું દેખાય છે. લીલા પિપટીયા રંગની કંચુકી પરિધાન કરેલી છે. કમ્મરનું વસ્ત્ર ચિત્ર ૪પ ના જેવું જ છે. પગમાં લાલ રંગની ટીપકી સહિતની સફેદ રંગની ચિત્રકૃતિવાળી લીલા પિપટીયા રંગની ઈજાર પહેરેલી છે.
ચિત્ર ૪૮, ૧૬. પ્રિયસંધની મૂઈના પ્રિયસંધની મૂછનાના શરીરને સુવર્ણ રંગ છે. કમ્મરે લટકાવેલી સારંગી પકડીને તે ઊભેલી છે. સીંદુરીયા લાલ રંગની કંચુકી તેણુએ પરિધાન કરેલી છે. કમ્મર પરનું વસ્ત્ર ચિત્ર ૪પ જેવું જ છે. સફેદ રંગની કડીની ચિત્રકૃતિ સહિતનું લીલા પિપટીયા રંગનું ઉત્તરીય વસ્ત્ર તેણુએ પહેરેલું છે.
ચિત્ર ૪૯. ૧૭. નદી મૂછના નદી મઈનાના શરીરનો રંગ ઘેરા લીલે છે. તેણીએ કરમજી રંગની ચિત્રકૃતિવાળી ગુલાબી રંગની કંચુકી પહેરેલી છે. બંને હાથે વણ પકડીને તે ઊભી રહેલી છે. કમ્મર પરનું વસ્ત્ર વચ્ચે કાળા રંગની ચિત્રાકૃતિવાળું પીળા કેસરીયા રંગનું છે. ધોળા રંગની ચેકડીવાળા ગુલાબી રંગનું ઉત્તરીય વસ્ત્ર પહેરેલું છે.
ચિત્ર પર. ૧૮. નંદી મૂછના નંદી મૂઈનાના શરીરનો સુવર્ણ વધ્યું છે. બંને હાથે પિતાની કમ્મર લટકાવેલું ઢેલ વગાડતી તે ઊભેલી છે. ઘેરા લીલા રંગની કંચુકી તેણીએ પરિધાન કરેલી છે. સફેદ રંગની ચિત્રાકૃતિવાળા લીલા પિપટીયા રંગનું વસ્ત્ર કમ્મર પર વીટેલું છે. કરમજી રંગની ચિત્રાકૃતિવાળું ગુલાબી રંગનું ઉત્તરીય વસ્ત્ર તેણીએ પહેરેલું છે.
ચિત્ર પ. ૧૯ વિશાલા મુના વિશાલા મૂઈનાના શરીરને સુવર્ણ વધ્યું છે. કમ્મર પર લટકાવેલું એક જાતનું ઢલક (વાધ) બને હાથે પકડીને તે ઊભેલી છે. આછા લીલા પિપટીયા રંગની કંચુકી પરિધાન કરેલી છે. કીરમજી રંગની ચિત્રાકૃતિવાળું ગુલાબી રંગનું વસ્ત્ર કમ્મર પર વીટેલું છે. મધ્યમા કાળા રંગની ચિત્રાકૃતિવાળું ઘેરા લીલા રંગનું ઉત્તરીય વસ્ત્ર પહેરેલું છે.
ચિત્ર પર. ૨૦. સુમુખી મૂછના સમુખી મૂઈનાના શરીરને સુવર્ણ વર્ણ છે. બંને હાથે પકડેલી શરણાઈ વગાડતી તે ઊભેલી છે. ગુલાબી રંગની કંકી તેણીએ પહેરેલી છે. કીરમજી રંગની ચિત્રાકૃતિવાળું ગુલાબી રંગનું વસ્ત્ર કેમ્મર પર વીટેલું છે. કાળા રંગની ચિત્રાકૃતિવાળું કેસરી રંગનું ઉત્તરીય વસે તેણીએ પહેરેલું છે.
ચિવ પ૩, ૨૩. ચિવાવતી મૂછના ચિત્રાવતી મૂછનાના શરીરનો વર્ણ સુવર્ણ છે. બંને હાથે ઢોલ વગાડતી ઊભેલી છે. ઘેરા લીલા રંગની કંચુકી પરિધાન કરેલી છે. કરમજી રંગની ચિત્રાકૃતિવાળું ગુલાબી રંગનું વસ્ત્ર કમ્મર પર વીંટાળેલું છે. સફેદ રંગની ચિત્રાકૃતિમાં કાળા રંગની ટીપકીવાળા લીલા પાટીયા રંગનું ઉત્તરીય વજી તેણીએ પહેરેલું છે. જમણી બાજુના હાંસિયામાં આ ચિત્ર આપેલું છે તાન પ્રકાર :
એકથી વધારે સ્વરોનું જલદીથી આરહણ થવું તેને સંગીતશાસ્ત્રમાં તાન કહે છે, અને અવરેહશું. થવું તેને પલટા કહે છે. પરંતુ વસ્તુતઃ આ બધાને તાન જ કહેવાય છે. તાનના ચાર સ્થાનભેદ છે : ૧. નાભિ સ્થાનથી જે તાન લેવાય છે તેને નાદ તાન કહે છે. ૨. છાતીથી જે તાન લેવાય છે તેને કમક તાન કહે છે. ૩. કંઠથી જે તાન લેવાય છે તેને કંઠ તાન કહે છે, અને જે તાન ૪. મગજથી લેવાય છે તેને બંદ તાન કહે છે.
"Aho Shrutgyanam