________________
' છે. છતાં એક વાત નક્કી છે કે આ સંસારમાં એક પણ જીવાત્મા એવો નથી કે જે માત્ર દોષથી જ
ભરેલો હોય અને અનામાં એક પણ ગુણ ન જ હોય ! આ દરેક જીવાત્મામાં કોઈ ને કોઈ ગુણ હોય છે. તમારી જ પાસે એ ગુણ જોવાની દૃષ્ટિ જોઈએ. ગુણદૃષ્ટિવાળો માણસ
જ બીજાના ગુણોનું દર્શન કરી શકે છે, અને એ ગુણો સાથે પ્રેમ કરી શકે છે. દોષષ્ટિવાળાને તો કોઈનામાંય ગુણ નહીં દેખાય. તેઓ ક્યારેય ગુણો સાથે પ્રેમ નહીં કરી શકે. તેમના જીવનમાં પ્રમોદભાવના નહીં હોય.
મધ્યસ્થ ભાવના : ન રાગની પ્રબળતા હોય, ન Àષની પ્રબળતા હોય. રાગ અને દ્વેષની પ્રબળતામાં મન અશાંત બને છે. પરંતુ બંને પ્રકારની અશાન્તિમાં મોટું અંતર છે. રાગજન્ય અશાંતિનો તત્કાલ અનુભવ નથી થતો. કેષજન્ય અશાન્તિનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. રાગની પ્રબળતામાં માણસ સુખનો અનુભવ કરે છે. રાગના સુખના અનુભવની ભીતર અશાન્તિની આગ સળગતી હોય છે જે આનંદનું અંતિમ ચરણ અશાન્તિ હોય, ક્લેશ હોય અને કંકાસ હોય તેન આનંદ કેમ કહી શકાય ?
માટે મધ્યસ્થ બનવાનું છે. માધ્યશ્મ ભાવના, ઉપેક્ષા ભાવના માણસને મધ્યસ્થ-તટસ્થ બનાવે છે. આ ભાવધર્મ વિના ચિત્તમાં શાંતિનો સુધારસ કયારેય ઝરશે નહીં.
આ ચાર પ્રકારનો ધર્મ - દાન, શીલ, તપ અને ભાવ, આત્માના પરમ આરોગ્ય માટે શ્રેષ્ઠ પથ્ય છે. એ પથ્યનું પ્રતિબળ સેવન કરી શકાય છે. પરિણામે સુખ-શાંતિ અને આનંદ અનુભવી શકાય છે.
શ્રેષ્ઠ પશ્ય શું ? ધર્મ • ૫