________________
વેશ્યાવાડે પહોંચી ગયા છે. અનેક રોગથી એમના દેહ સડી રહ્યા છે. પણ એમને કોણ સમજાવે ? સમજાવે છતાં એ સમજે ખરા ?
એક ભાઈને હું જાણું છું. તેમને બે સારા મિત્રો હતા. સારાં કામ કરવામાં સાથ આપતા હતા. સારી વાતો કરનારા
અસંતોષ
હતા... પરંતુ એક દિવસ એક ખરાબ કામમાં સાથ ન આપ્યો, એણે એ મિત્રોને ત્યજી દીધા. બીજા મિત્રો કર્યા... અને એ મિત્રો સાથે વ્યસનોમાં લપેટાતા ગયા. જુગાર... શરાબ... જેવાં પાપોના કુંડાળામાં પડી ગયા.
અસંતોષ ! કોઈ વાતમાં સંતોષ નહીં ! આવા માણસો ધર્મક્ષેત્રમાં તો પ્રવેશી જ ન શકે. એમને ધર્મ સૂઝે જ નહીં ! અને કદાચ ધર્મ કરે તો પોતાના અસંતોષનો સંતોષ મેળવવા ! ‘હું આ ભગવાનનાં દર્શન-પૂજન કરીશ તો વેપારમાં સફળતા મળશે... હું ફલાણા ગુરુ મહારાજના આશીર્વાદ લઈશ તો પુત્રની પ્રાપ્તિ થશે ! હું આ વ્રત-ઉપવાસ કરીશ તો મારી અમુક ઇચ્છા પૂર્ણ થશે !’
એવા મહાનુભાવોને પણ જાણું છું કે જેમને ખૂબ માન-સન્માન મળે છે, છતાં એમને સંતોષ થતો નથી. એ તો ફરિયાદ જ કરતા રહે છે ઃ ‘સમાજને મારી કદર નથી ! દુનિયા સ્વાર્થી છે... હું બધાના માટે મરી પડું છું... પણ મને કોઈ પ્રેમ આપતું નથી...' ઢગલાબંધ હાર પહેરાવવા છતાં અને ચાંદીનાં શ્રીફળ એમનાં કરકમલોમાં અર્પવા છતાં એમને સંતોષ નથી ! માન-સન્માનની ભૂખ સંતોષાતી નથી ! આવા માણસો માનસિક રીતે દુઃખી જ રહેવાના.
એવી રીતે ઘણા માણસો (આજના કાળે વિશેષરૂપે) ઘરના ભોજનથી સંતોષ નથી માનતા. ઘરમાં સારામાં સારી રસોઈ બનતી હોય છતાં એ ૨સોઇ નથી ભાવતી ! એને તો હૉટલનું જ ભોજન ભાવે ! સપ્તાહમાં એકબે વાર તો મોંઘી હૉટલમાં જમવા જવાનું જ ! ફેમીલી સાથે જવાનું ! ભલે પછી શરીર બગડે... ડૉક્ટરો પાસે જવું પડે... ને દવાઓ ખાવી પડે ! માણસને હવે ઘરમાં સંતોષ નથી !
ઘરના ભોજનમાં સંતોષ નથી.
૧૨
સંવાદ