________________
મમત્વનો ત્યાગ કરાવે છે. જો મરનાર મનુષ્ય ખરેખર મમત્વનો ત્યાગ કરી દે તો તે કમ સે કમ
દુર્ગતિમાં તો ન જ જાય.
પરિગ્રહથી
એક વાત છે. જીવનપર્યંત જેણે ખૂબ પરિગ્રહ ભેગો કર્યો હોય છે તેને મૃત્યુ સમયે એ બધું મનથી છૂટી જવું સરળ તો નથી જ. તે તાં જ સરળ બને કે જીવનમાં પરિગ્રહ તરફ જ્ઞાનદૃષ્ટિ ખૂલી ગઈ હોય. અને ‘આ સ્થાવર જંગમ સંપત્તિ મારી નથી’. ‘હું નથી, મારું કંઈ નથી.' આ જ્ઞાનદૃષ્ટિ હોય તો જિંદગીની છેલ્લી પળો સુધરી જાય.
‘શુદ્ધાત્મદ્રવ્યમેવાઇ, શુદ્ધજ્ઞાનં મુળો મમ !'
‘હું શુદ્ધ આત્મદ્રવ્ય છું. શુદ્ધજ્ઞાન મારો ગુણ છે.’
આ સિવાય મારું કંઈ જ નથી ! જો તમે આ રીતે પરિગ્રહનું મમત્વ ન તોડ્યું તો એ મમત્વ તમને દુર્ગતિમાં લઈ જઈ શકે. તમારી અધોગિત કરી શકે... એનું જ નામ સર્વનાશ !
માનસિક ક્લેશ અને દુર્ગતિપતનથી બચવા પરિગ્રહ છોડો.
૧૮૨ ૦ સંવાદ