Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 182
________________ સર્વસંગના ત્યાગ 2 પટમાં પુરાવું પડશે...' આ કલ્પના દુઃખી કરે છે. અનુત્તર દેવલોકના દવાનાં સુખ પણ આ રીતે દુ:ખથી કલંકિત હોય છે. અકલંક સુખ હોય છે માત્ર સાધુપુરુપોને. લૌકિક પ્રવૃત્તિઓથી મુક્ત એવા સાધુપુરુષાને ! મનને, વાણીને અને કાયાને સદેવ લૌકિક પ્રવૃત્તિઓથી મુક્ત રાખવા માટે જોઈએ વિશિષ્ટ જ્ઞાન. એ વિશિષ્ટ જ્ઞાન એટલે માત્ર શ્રુતજ્ઞાન નહીં, માત્ર શાસ્ત્રોનું જ્ઞાન નહીં, વિશિષ્ટ જ્ઞાન એટલે આત્મજ્ઞાન ! પરિણતિજ્ઞાન ! આત્માના પ્રદેશ પ્રદેશે જ્ઞાનનાં અજવાળાં પથરાયેલાં હોય. આત્માનો એક પણ પ્રદેશ અજ્ઞાનતાના અંધકારથી આવરાયેલો ન જોઈએ. આવા જ્ઞાની મહાત્માઓ જ સર્વ સંગનો પરિત્યાગ કરી પ્રશમસુખના મહોદધિમાં મસ્તી માણતા હોય છે. જ્ઞાની સાધકપુરુષ ક્યારેય મનનાં દુ:ખોથી રિબાતો ન હોય. વિકલ્પોની જાળમાં ક્યારેય ફસાતો ન હોય ! રાગ-દ્વેષની ભડભડતી આગમાં ક્યારેય બળતો ન હોય. એનું આત્મજ્ઞાન અને સંસારની પ્રવૃત્તિઓથી મુક્ત કરી નિવૃત્તિની ગુફામાં લઈ જાય છે. નિવૃત્તિની ગુફામાં પ્રશમસુખની પ્રાપ્તિ થાય છે. પ્રવૃત્તિના સપાટ મેદાન પર તો દુ:ખના દાવાનળમાં જ સળગવાનું હોય છે. પ્રવૃત્તિની સાથે કોઈપણ આકાંક્ષા જોડાયેલી રહેવાની જ ! હમણાં જ મને એવા બે સાધુપુરુષ મળ્યા. તેમની અભિરુચિ પ્રવૃત્તિની | છે. એમને કોઈ સારી ને શ્રેષ્ઠ ધર્મપ્રવૃત્તિ કરવી છે. તે માટે તેમની ઘણી ઘણી યોજનાઓ છે. તે માટે ઘણી ઘણી અપેક્ષાઓ છે ! આકાંક્ષાઓ ને અપેક્ષાઓના રણાંગણમાં તેઓ કુટાઈ રહ્યા છે. નથી તેમને માનસિક શાન્તિ કે નથી પ્રશમસુખનો કોઈ ઓડકાર. બસ, સંકલ્પો અને વિકલ્પોમાં અટવાઈ ગયા છે. કારણ કે તેમને પ્રવૃત્તિ કરવી છે. પ્રવૃત્તિમાં આ સંસારનો સંગ કરવો પડે છે. એ સંગ આત્મસુખનો ભંગ કરે છે. - જે આત્મસાધક સ્વજન-પરિજનોની ચિંતા છોડી દે છે અને આત્મચિંતનમાં અભિરત રહે છે તે જ આત્મસાધક સ્વસ્થ રહે છે. સુખ શામાં છે ? સર્વસંગના ત્યાગમાં ૦ ૧૬૫

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198