Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 192
________________ _ . બ્રોનું મૂળ શું? રમજુબૅગ શિષ્ય : “ગુરુદેવ, શ્રી-સંપત્તિનું મૂળ શું છે ?' ગુરુઃ “વત્સ, સંપત્તિનું મૂળ અનુગ છે.” નોર્મન વિન્સેન્ટ પીલે નામનો ચિંતક કહે છે : ‘તમને હજારો લોકો નિષ્ફળતાનો ડર બતાવશે. સાવચેત રહેવા કહેશે. તમે તેની નિષ્ફળતાની લાગણી મનમાં ન ધરો; પણ વિચારો કે “હું દરેક સંયોગોને-સંકટોને પહોંચી વળવા સમર્થ છું, પર્યાપ્ત છું. કશું જ મારા માટે વધારે પડતું નથી, કારણ કે આત્મા માટે કશું જ અસંભવ નથી. આત્મા મારામાં વસે છે. તેની શક્તિ મારામાં રહેલી છે. એટલે મારા માટે કશું જ અસંભવ નથી. કોઈ પણ સંકલ્પને અમલમાં મૂકો ત્યારે સતત રિલેક્સ” રહો. મનમાંથી ડર કાઢીને દરેક મુકાબલો, મુકાબલાના ટેન્શન વગર કરો અને આ પ્રાર્થના કરો : હે પ્રભુ, મારા હૃદયમાં બેસીને તું જેવો આદેશ આપે છે, તેમ હું કરું છું.” આવી પ્રાર્થના તમારો રોજનો જીવનમંત્ર બની જાઓ ! મિત્રો, દેહ છે એટલે દુઃખો તો આવવાનાં જ. જિંદગી છે એટલે ઝંઝટો સામે ઝઝૂમવું તો પડશે જ ! મન છે એટલે વિચારોના વંટોળ ઊઠવાના જ. તે વખતે અશાન્ત ન બનો, શાન્ત રહો. અધીર ન બનો, ધીર રહો. ઉદ્વિગ્ન ન બનો, પ્રશાન્ત રહો. તે માટે થોડી સહનશીલતા કેળવો. મનને સમજાવો કે “રાત વીતી જશે, સોનેરી સવાર ઊગવાની છે !” અંધારા પછી અજવાળું પ્રગટે જ છે. થોડી રાહ જોવાની રહે છે. શ્રીનું મૂળ શું ? અનુગ ૦ ૧૭૫

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198