Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 190
________________ ‘પરોપકાર માટે જ જન્મેલા મહાપુરુષો બીજાના સંતાપ, માર્ગનાં વૃક્ષોની જેમ દૂર ન કરતા હોત તો આ વિશ્વ જીર્ણ થઈ જાત !' કેટલી સાચી વાત કહી છે સામદેવે ! કાળે કાળે જો તીર્થંકરો અને મહાપુરુષો પરોપકાર કરતા ન રહ્યા હોત તો આ દુનિયા સાચે જ નરક બની ગઈ હોત. અને છઠ્ઠા આરામાં જ્યારે તીર્થંકરનું ધર્મશાસન નહીં હોય, કોઈ ‘ધર્મ નામનું તત્ત્વ જ નહીં હોય ત્યારે વિશ્વ કેવું હશે, તે જાણવા છઠ્ઠા આરાનું વર્ણન વાંચી જજો કે કોઈ જ્ઞાની પાસે સાંભળી આવજો, આ દુનિયાને ધર્મનો માર્ગ બતાવવાનો મહાન ઉપકાર ત્યારે સમજાશે. વિશ્વોપકારી ‘પરોપકાર’ એક વિશિષ્ટ ગુણ છે. પરોપકારી મનુષ્ય ઘરમાં તો સહુને પ્રિય બને છે, શેરીમાં ને શહેરમાં પણ લોકપ્રિય બને છે. એનામાં સહજ રીતે મહાનતા પ્રગટે છે. દુનિયા એને ‘મહાપુરુષ'ના રૂપે જુએ છે. ભલે આપણે આખા વિશ્વ પર ઉપકાર કરવા સમર્થ ન હોઈએ, કે આખા દેશ પર ઉપકાર કરવાનું પણ આપણું ગજું ન હોય, પરંતુ યથાશક્તિ પરોપકારનાં કાર્ય તો કરી શકીએ. તીર્થંકરો સ્વયં કૃતકૃત્ય હોય છે. કોઈપણ સ્વાર્થ વિના તેઓ પરોપકાર કરતા હોય છે. કોઈ પ્રત્યુપકારની ભાવના વિના નિરંતર ઉપકાર કરતા રહે છે. અને આ જ વાત મહત્ત્વની છે. ઉપકાર કરો, પણ પ્રત્યુપકારની આશા વિના, અપેક્ષા વિના કરો. જો તમે પ્રત્યુપકારની અપેક્ષા રાખીને ઉપકાર કરવા જશો તો ભૂલા પડી જશો. ક્યારેક દુ:ખી થઈ જશો. ઘણાં માતા-પિતા એટલા માટે જ દુ:ખી હોય છે. એ સંતાનો પાસેથી પ્રત્યુપકારની અપેક્ષા રાખતાં હોય છે ! અને સંતાનો હવે માતા-પિતાને વૃદ્ધાશ્રમોમાં રાખવા તત્પર બન્યાં છે ! એમને માતા-પિતા પ્રત્યે પ્રેમ રહ્યો નથી ! ખેર, આ સંસારના સંબંધોમાં તો સ્વાર્થની જ પ્રધાનતા રહેલી છે ને રહેવાની છે. આપણી વાત તો ઉત્તમ પુરુષોની છે. તેઓ આ વિશ્વ ૫૨ નિ:સ્વાર્થ ભાવ ઉપકાર કરતા રહે છે. એમના અનંત ઉપકારો આપણા ઉપર રહેલા મહાન કોણ ? વિશ્વોપકારી ૧૭૩

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198