Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 189
________________ વિજાપકારી દોડી જતાં હોય છે. કલાકો સુધી ધર્મોપદેશ સાંભળી સહુ સુખ-શાન્તિનો સાચો માર્ગ જાણે છે. દોષ, દૂર કરે છે, ગુણા પ્રાપ્ત કરે છે. લોકોનાં દુ:ખો દૂર થાય છે. સુખ પ્રાપ્ત કરે છે. આ દુનિયામાં પરોપકાર એક મહાન તત્ત્વ છે. એક જ્ઞાની પુરુષે કહ્યું છેन कामयेऽहं गतिमीश्वरात् परां ! अष्टद्धियुक्तामपुनर्भवं वा । आर्तिं प्रपधैऽखिलदेहभागां, अन्तः स्थितो येन भवन्त्यदुःखः ।। હું ભગવાન પાસે આઠે ઋદ્ધિઓવાળી પરમગતિ નથી માગતો, મોક્ષ પણ નથી ચાહતો. ચાહું છું કે બધા જીવોનાં દુઃખ મારા પર આવી પડે, હું એમના હૃદયમાં સ્થિત થઈ જાઉં કે જેથી તેઓ (જીવો) દુ:ખરહિત થઈ જાય !' બાણભટ્ટ નામના કવિએ કહ્યું છે : 'अनपेक्षितगुणदोषः परोपकारः सतां व्यसनम् ।' કોઈ ગુણ-દોષનો વિચાર કર્યા વિના પરોપકાર કરવો તે સજ્જનોનું એક વ્યસન હોય છે.' “નીતિશતકમાં ભર્તુહરિએ કહ્યું છે : 'विभाति कायः करूणापराणां परोपकारेः न तु चन्दनेन ।' કરુણાવંત પુરુષનાં શરીર પરોપકાર થી શોભે છે, ચંદનથી નહીં.' ‘કથાસરિત્સાગર' નામના ગ્રંથમાં સોમદેવે સરસ વાત કહી છે : परार्थफलजन्मानो न स्युर्मार्गद्रुमा इव । तापंछिदो महान्त श्चैज्जीारण्यं जगद् भवेत् ।। ૧૭ર ૦ સંવાદ

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198