Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 188
________________ D. મહાન કોણ ? વિશ્વોપકારો શિષ્ય : ‘ગુરુદેવ, મહાન કોણ ?” ગુરુ : ‘વત્સ, જે વિશ્વ પર ઉપકાર કરે તે.’ આ વિશ્વમાં એવા કેટલાક ઉત્તમ આત્માઓ હોય છે કે જેઓ દુનિયાના દુ:ખી જીવોને જોઈને દ્રવી ઊઠે છે. કરુણાથી છલકાઈ જાય છે. તેમના અંત:ક૨ણમાં એવી શ્રેષ્ઠ ભાવના પ્રવાહિત થાય છે : ‘મારું ચાલે તો હું બધા જ જીવોનાં દુઃખ દૂર કરું. સહુ જીવોને પરમ સુખ પમાડું.' આ ભાવનાને ફળીભૂત કરવા માટે તેઓ વિશિષ્ટ કોટિની તપ-આરાધના કરતા હોય છે. ભાવના અને આરાધનાના સમન્વયમાંથી એક અદ્ભુત શક્તિ જાગ્રત થાય છે. તેઓ ‘તીર્થંકર-નામકર્મ’ નામનું પુણ્યકર્મ નિકાચિત કરતા હોય છે. ૪૨ પ્રકારનાં પુણ્યકર્મોમાં આ ‘તીર્થંકર નામકર્મ' શ્રેષ્ઠ પુણ્યકર્મ હોય છે. આ કર્મની સાથે બીજાં અનેક શ્રેષ્ઠ કોટિનાં પુણ્યકર્મ પણ એ મહાન્ આત્માઓ બાંધતા હોય છે. એમને દુનિયાના લાખો-કરોડો આત્માઓના ઉદ્ધારનું કામ કરવાનું હોય છે. એ કામ કરવા માટે, એ વિશ્વોપકાર કરવા માટે સારામાં સારી સાધન-સામગ્રી જોઈએ ! દેવલોકના દેવો ને દેવેન્દ્રો પણ એમની સેવામાં ઉપસ્થિત રહે, તેવાં પુણ્યકર્મ જોઈએ. ઓછામાં ઓછા એક ક્રોડ દેવો તીર્થંકર પરમાત્માની સેવામાં ઉપસ્થિત રહેતા હોય છે. દેવો તીર્થંકરનો મહિમા કરતા હોય છે. જ્યાં બેસીને તીર્થંકર ધર્મોપદેશ આપે છે, એ ‘સમવસરણ'ની રચના દેવો કરે છે. રૂપાના, સોનાના ને રત્નોના ગઢ બનાવે છે. સિંહાસન રચે છે ! અતિ સુંદર રચના કરે છે. હજારો-લાખો સ્ત્રી-પુરુષમાં અને પશુ-પક્ષીઓ ત્યાં મહાન કોણ ? વિશ્નોપારી – ૧,૧૧

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198