Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 187
________________ उपाधिभेदजं भेदं वेत्त्यज्ञ. स्फटिके यथा । तथा कर्मकृतं भेद-मात्मन्वेवाभिमन्यते ।। १७ ।। | आत्मनिश्चयाधिकारे] નિઃસ્નેહને જન્મ-જરા-મૃત્યુ વગેરે કર્મોનાં પરિણામ છે. એ કર્મકૃત ભાવ અવિકારી આત્માના નથી. છતાં અવિકારી આત્મામાં કર્મકૃત વિકૃતિનો આરોપ કરનારા જ્ઞાનભ્રષ્ટ જીવો ભીષણ સંસારસાગરમાં ભટકે છે. આ રીતે કર્મકૃત વિકૃતિનો અવિકારી આત્મામાં આરોપ કરનારા સ્ફટિક રત્નને લાલ-પીળું સમજનારા જેવા અજ્ઞાની છે ! અજ્ઞાની નથી સમજતો કે સ્ફટિક જે લાલ-પીળું દેખાય છે તે તેની પાછળ રહેલા લાલપીળા કપડાને લીધે છે. તેવી રીતે આત્મામાં જે જન્માદિ વિકૃતિ દેખાય છે તે કર્મકૃત છે, આત્માની નથી. આ સમજણને દૃઢ કરો એટલે ભેદજ્ઞાન દૃઢ થશે. ભેદજ્ઞાન દૃઢ થતાં ‘સમાધિ’ની પ્રાપ્તિ થશે. ભેદજ્ઞાનમાં સ્નેહ-રાગ ઓગળી જાય છે. ૧૭૦ ૭ સંવાદ

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198