Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 185
________________ ય. આ છે તે માટે હતો અને મહાબતોનું ગ્રહણ અને સંવન કરવાની વૃત્તિ ને પ્રવૃત્તિ આવે છે. જેમ ક્રમ એ વૃત્તિ ને પ્રવૃત્તિ ઇંટ બનતી જાય છે તેમ તેમ મોહવાસનાઓ ભાગવા માંડે છે અને ચિત્તસમાધિ પ્રાપ્ત થાય છે. નિ.સ્નેહને ભેદજ્ઞાનની કથા તમને પ્રિય લાગશે. ભેદજ્ઞાનની પ્રેરણા આપનારા સદ્ગુરુઓનો સંગ કરવાનો ગમશે ! જેઓ ભેદજ્ઞાની નથી તેમના પ્રત્યે અદ્વેષ રહેશે અને આ રીતે જ્યારે તમને ભેદજ્ઞાનનો અનુભવ કરવાનો અવસર પ્રાપ્ત થશે ત્યારે એક મહાન દુર્લભ વસ્તુની પ્રાપ્તિ થયાનો અંતરંગ આનંદ અનુભવશો. તે જ તમારી ‘સમાધિ’ હશે. ‘નિશ્ચયનય’થી આત્મા નિર્વિકાર, નિર્મોહ, નિઃસ્નેહ ને ચૈતન્યસ્વરૂપ છે, પરંતુ એ આત્માને જોનારાની આંખમાં ક્રોધાદિ વિકારોનો રોગ છે. ક્રોધાદિ વિકારોથી યુક્ત અવિવેકી દૃષ્ટિથી તેને આત્મામાં કામ-ક્રોધલોભ-મદ-મત્સર વગેરે રેખાઓ દેખાય છે. તે પોકારે છે - ‘જુઓ, આત્મા કામી ક્રોધી, વિકારી ભાસે છે.' નિશ્ચયનય આ રીતે આપણને આપણા મૂળભૂત સ્વરૂપનું દર્શન કરાવી આપણામાં અનાદિકાળથી ભરેલી આપણા પોતાના વિશેની હીન ભાવનાને ફેંકી દેવાની પ્રેરણા આપે છે. આપણે સાચે જ આપણી જાતને દીન-હીન અપંગ-પરાશ્રયી સમજી લીધી છે. જેમ કોઈ પરદેશી શાસનના દમનચક્ર નીચે કચડાઈ રહેલી ગામડાની પ્રજામાં દીનતા-હીનતા- પરાધીનતાની ભાવના જોવા મળે છે, તેઓ એ સ્થિતિમાં જ જાણે સંતોષ માનીને જીવન પૂર્ણ કરવા ચાહતા હોય છે, પરંતુ કોઈ ક્રાન્તિકારી તેમની પાસે પહોંચી જાય અને તેમને ભાન કરાવે - “પ્યારા પ્રજાજનાં ! તમે એમ ન સમજો કે તમારું આ જ વાસ્તવિક જીવન છે. તમને પણ એક નાગરિક તરીકેના સંપૂર્ણ અધિકારો છે. તમે પણ એક સ્વતંત્ર જીવન જીવવાનો હક્ક ધરાવો છો. એ જ તમારું વાર્તાવક જીવન છે. આ તો તમારા પર વિદેશી સત્તા દ્વારા ઠોકી બેસાડવામાં આવેલું જીવન છે. તમે ખુશહાલ જીવન જીવી શકો છો.’ ૧૬૯ ૦ સંવાદ

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198