Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 183
________________ આ ત્યાગમાં, સર્વસંગના જેઓ પોતાના આત્માનું કલ્યાણ સાધવા ચારિત્રધર્મના માર્ગે ચાલી નીકળ્યા છે તેમણે પોતાનાં એ સ્વજન અને પરિજનોની સ્મૃતિ પણ નથી કરવાની. પછી એમનાં દુ:ખ, દરિદ્રતા કે દુર્ભાગ્યની ચિંતાઓ તો કરવાની જ શાની હોય ? મનને બધી વ્યર્થ ચિતાથી મુક્ત રાખવાનું છે. આપણા જીવે અનંત જન્મોમાં દારુણ દુ:ખો-વેદનાઓ ભોગવી છે. હવે જો એ વેદનાઓથી છૂટવું છે, જીવલેણ આંતરજવરોથી મુક્તિ પામવી છે તો લોકચિંતાનો ત્યાગ કરી દઈએ અને આત્માની વિભાવદશા તથા સ્વભાવદશાના ચિંતન-મનનમાં ઓતપ્રોત બનીએ. તો જ સ્વસ્થતાપૂર્વક જીવી શકાય. સમગ્ર પરિચિંતાઓથી મુક્ત બનો. આત્મચિંતનમાં મગ્ન બનો. રાગ-દ્વેષ અને કામવિકારોના વર - શાન્ત કરો. પરમ સુખનો આસ્વાદ કરતા રહો. ૧૬૬ ૦ સંવાદ

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198